________________
સર્વ
સ્થાપન રસિદ્ધ પપ૬૫)
વીતરાગસ્તવ સવિવેચન વિવેચન એવા સર્વ પુરુષ, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો !?
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૭૬ (સુપ્રસિદ્ધ પદપત્ર)
સર્વે અહંતુ આદિને એટલે કે સર્વે અહંતોને, સવે સિદ્ધોને, સર્વે આચાર્યોને, સર્વ ઉપાધ્યાયને, અને સર્વે સાધુઓનો જે અહંન્દુ-સિદ્ધત્વ–આચાર્ય સાધુત્વરૂપ ગુણ છે, તે તે સર્વ મહાત્માઓને તે તે સર્વ ગુણ હું અનુદું . જેમ કે –
ધન્ય છે આ અહિંસક મહામુનિઓ! કે જેઓ ચેતનાથી છ કાયની રક્ષા કરે છે, સર્વ જગજજતુને સમ ગણું સૂમમાં સૂક્ષ્મ જીવને પણ હણતા નથી, લેશમાત્ર દુઃખ ઉપજાવતા નથી. રાગદ્વેષાદિ ભાવહિંસા કરતા નથી. ભાવદયારસના સાગર-નિષ્કારણ કરુણસિંધુ એવા આ સાધુ ભગવાને નિરંતર આત્મસ્વરૂપમાં સ્થિતિ કરી પરભાવના લેશને પણ સ્પર્શતા નથી! અહે! એમની કરુણા! અહે! એમની વીતરાગતા! અહો! એમની સ્વરૂપસ્થિતિ! અહો! આ સંતોની સત્યવાદિતા પણ કેવી આશ્ચર્યકારી છે! સ્વપ્નમાં પણ આ સાધુચરિત સપુરુષે અસત્ય વચન વદતા નથી! પરવસ્તુને પોતાની કદી કહેતા નથી. વ્યવહારથી ને પરમાર્થથી તે કેવળ સત્ય સત્ય ને સત્ય જ વદે છે. ધન્ય છે એમના સત્ય વ્રતને! અહો ! સ્વદેહમાં પણ નિરીહ એવા આ પરમ પ્રમાણિક મહાત્માએ સળી માત્ર પણ અદત્ત લેતા નથી, પરભાવનું પરમાણુ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org