________________
૨૮૨
વીતરાગસ્તવ સવિવેચન જે અજ્ઞાનીઓથી હારું “શાસન સર્વસ્વ”—શાસનનું સર્વ સારભૂત તત્વ “આત્મસાત્ –સાત્મીભૂત આત્મારૂપ કરાયું નથી, આત્માર્થરૂપ પિતાનું કામ કાઢી લઈ આત્માનું–પિતાનું કરી લેવાયું નથી, તેઓના હાથમાંથી ચિંતામણિ ત થ છે ભ્રષ્ટ થયો છે; ને તેઓને “લખ્યા” –પ્રાપ્ત થયેલી સુધા (અમૃત) “મુધા–ફેગટ-વ્યર્થ ગયેલ છે. અર્થાત્ હે વીતરાગ ! વીતરાગતા બેધતું આ હારું શાસન સાક્ષાત્ ચિંતામણિરત્ન અને પરમ અમૃત છે. આ અપૂર્વ લાભ પામીને પણ જેણે આત્માર્થરૂપ કાર્ય સાધી લીધું નથી, તેણે પોતાના હાથમાં આવેલું અચિંત્ય ચિન્તામણિરત્ન હાથમાંથી ભ્રષ્ટ થવા દીધું છે, અને પ્રાપ્ત થયેલા સાક્ષાત્ અમૃતને આત્મલાભ ફોગટ જવા દીધે છે. અત્રે અપ્રસ્તુત પ્રશંસા અલંકારથી વીતરાગ શાસનને ચિંતામણિ અને અમૃત કહી તેની ભારેભાર સ્તૃતિ કરી છે. કારણ કે આત્મસંપત્તિ આપવા માટે આ વીતરાગ અર્હત્ ભગવદ્ પિતે અચિંત્ય ભાવચિંતામણિ છે અને પરમ “અમૃત પદને પામેલા પરમ ‘અમૃત છે, એટલે વીતરાગ શાસન પણ તેવું જ આત્મસંપત્તિ આપવા સમર્થ અચિંત ભાવચિતામણિ છે અને પરમ અમૃત” પદ પમાડવા સાક્ષાત્ પરમ “અમૃત” છે.
F
હારા પ્રત્યે ઈર્ષાગ્નિ ભરી દષ્ટિ ધરનારને અગ્નિ– यस्त्वय्यपि दधौ दृष्टिमुल्मुकाकारघारिणीम् । तमाशुशुक्षणिः साक्षादालप्यालमिदं हि वा ॥४॥
Jain Education International
mational
For Private & Personal Use Only
www.jainelibrary.org