________________
તે વીતરાગના જ્યાં પદ પડે તે ભૂમિને નમસ્કાર! ર૧
અર્થાત્ તીર્થકર જેવા પરમ પુરુષ જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે વિચારે છે તે તે ભૂમિ ક્ષેત્ર ને તે તે કાળ પણ ધન્ય બને છે. આવા પરમ સંતની ચરણરેણુથી જે અવનિ પાવન બને છે, તે તે અવનિ પણ સાચા ગુણાનુરાગી ભક્તજનને મન “તીર્થ” બની જાય છે. એવા જગપાવનકર જ્યાં જ્યાં વિચર્યા છે તે ભૂમિને ધન્ય છે! તે કાળને ધન્ય છે ! આવી સાચી ગુણપ્રમોદ મય ભક્તિપ્રધાન દષ્ટિથી હેમચંદ્રાચાર્યજીના આ પરમ ભક્તિરસનિર્ભર સહજ ઉદ્ગાર નીકળી પડ્યા છે.
હારા ગુણગ્રામની લંપટતાથી મહારૂં જન્મધન્યપણું– जन्मवानस्मि धन्योऽस्मि, कृतकृत्योऽस्मि यन्मुहुः। जातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः ॥९॥ હું છું સાચે જન્મવાનું ધન્ય હું છું,
નિશ્ચ સાચે કૃતકૃત્યી જ હું છું; વારંવારે લંપટ જે હું આમાં,
હારા ગુણગ્રામની રમ્યતામાં. ૯ અર્થ –હું જન્મવાન છું, હું ધન્ય છું, હું કૃતકૃત્ય છું -કે જે હું વારંવાર લ્હારા ગુણગ્રામના રમણીયપણામાં લંપટ થઈ ગયે છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org