________________
૨૮૦
વીતરાગસ્તવ સવિવેચન દૂર કરી એક બાજુ મૂકી અવજ્ઞા-અનાદર કરાય છે, તે પાપીઆઓથી મેરુ તૃણ કરી દેવાય છે અને પધિસમુદ્ર ગોષ્પદ–ગાયના પગલા પ્રમાણ કરી દેવાયા છે ! અર્થાત્ “ગુરુ ગુરુ” –જગગુરુઓને જગદ્ગુરુ તું મેરુ સમે મહાન છે, તેના મહામહિમાનું મૂલ્યાંકન કરવાની તે મૂઢ પાપીમાં શક્તિ નથી એટલે તે મૂખે મેરુને તૃણ બનાવી દે છે અને પરમ જ્ઞાનગુણગંભીર તું સાગરવરગંભીર છે, તેના ગાંભીર્યને–અગાધ ઊંડાણને તાગ લેવાની તે પાપીની તાકાત નથી, એટલે તે સાગરને “ગોપદ’—ગાયના પગલામાં આવી જાય તેટલા પ્રદેશ પ્રમાણ બનાવી ઘે છે ! બાકી તું તો મેરુ સમે મહાન ને સાગર જે ગંભીર પરમ જગગુરુઓનો પણ પરમ જગશુરુ છે જ એ વસ્તુને તે પાપીઓની મૂઢતાને લઈ લેશ પણ બાધા થતી નથી. જ્ઞાનીની અવજ્ઞા કરનારા મેહમૂહ જગજજી અંગે અત્યંત કરુણાથી ખેદ દર્શાવતા નિષ્કારણ કરુણરસસાગર શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકેત્કીર્ણ વચનામૃત છે કે –
જ્ઞાની પુરુષની અવજ્ઞા બેલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધાવાનું કારણ છે એમ તીર્થકર કહે છે. તે પુરુષને ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપગ દષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાથ કરનારૂં તીર્થકર કહે છે, અને તે વાક્યો જિનાગમને વિષે છે. ઘણા જ તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org