________________
હાર પ્રત્યે ઈર્ષ્યાગ્નિભરી દષ્ટિ ધરનારને અગ્નિ- ૨૮૩ હારા પ્રત્યે દુષ્ટ જે પાપકારી,
દષ્ટિ ધારે ઉલકાકારધારી; તેને અગ્નિ––સર્યું આ બોલવાથી,
વાણી સાક્ષાત્ કાંઈ વાધે ન આથી. ૪ અર્થ – (દુષ્ટ) લ્હારા પ્રત્યે પણ ઉભુકાકાર ધારી ( ઉલ્કાપાતના અગ્નિ જેવી રક્ત) દષ્ટિ ધારે છે, તેને અગ્નિ—–સાક્ષાત્ આ આટલું બોલીને બસ થયું !
વિવેચન પ્રકાશે છે લેકે જિનવચનરૂપી દિનપતિ, સ્કુરતો સતેજે કુમતિ ગ્રહને દુસહ અતિ.
શ્રી પ્રજ્ઞાબાધ ક્ષમાળા (સ્વરચિત) પરમ નિર્દોષ પરમ વીતરાગ એવા હારા પ્રત્યે પણ જે દુષ્ટ “ઉભુકાકારધારી”—ઉલ્કાપાતના અગ્નિ જેવી અરુણ લાલ દષ્ટિ કરે છે, તેને અગ્નિ–સાક્ષાત્ આ આટલું બોલવાથી બસ થયું ! અર્થાત્ આને અગ્નિ સાક્ષાત્ ભસ્મીભૂત કરે એવું અનાર્ય વચન બોલતાં અમારી જીભ ઉપડતી નથી. એટલે હારા શાસન પ્રત્યેની દાઝથી પુણ્યપ્રકોપથી તેને અગ્નિ સાક્ષાત્ –એટલે વચન બોલાઈ જતાં પછી અમારી વાણી આગળ બોલતાં ખચકાય છે, આગળ વધી શકતી નથી. પણ એ વાત તો પ્રગટ છે કે તું પરમ નિર્દોષ પ્રત્યે પણ ઈર્ષ્યાગ્નિથી બળતો જે દુષ્ટ આવી કટાક્ષદષ્ટિ ધરે છે, તે ઘણું આકરા માઠાં કર્મ બાંધી પિતે પિતાના કર્મઅગ્નિથી જ ભસ્મ થશે ! એ વિચારતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org