________________
૨૬૨
વીતરાગસ્તવ સવિવેચન હે ભગવાન! તું અગાપિત રત્નનિધિ છે. અગોપિત”—અણગોપવેલ–અગુપ્ત રાખેલ “રત્નનિધિ”— જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ અનંત ગુણરત્નને નિધાન છે, નહિં છુપાવેલો ખુલ્લેખુલ્લે રત્ન–ખજાનો છે. એટલે ગમે તે કેઈ ફાવે તેમ આ ખુલ્લંખુલ્લા ખજાનાને લૂંટી શકે એમ છે. વળી તું અવૃત કલ્પવૃક્ષ છે, “અવૃત”–વૃત્તિથીવાડથી નહિં વિંટાયેલે કલ્પવૃક્ષ છે. વૃક્ષના ફલને કઈ ચૂંટી કે લૂંટી ન જાય એ માટે એની આસપાસ સંરક્ષક વાડ કરવામાં આવે છે, પણ તેવી કેઈ પણ સંરક્ષક વૃત્તિ-વાડ આ તું કલ્પવૃક્ષની આસપાસ નથી. એટલે આ તું કલ્પવૃક્ષને સેવીને ગમે તે કઈ ફાવે તેમ ફલ ચૂંટી વા લૂટી શકે એમ છે. અને તું અચિત્ય ચિન્તામણિ છે, “અચિત્ય”—ચિંતવી ન શકાય એ ચિન્તામણિ છે. ચિન્તામણિ તો ચિંતિત-ચિંતવેલું ફલ આપે, પણ આ તું તે અચિંતિત-અણચિંતવેલું ફલ આપવા સમર્થ છે. આમ અગોપિત રત્નનિધિ, અવૃત કલ્પવૃક્ષ અને અચિત્ય ચિન્તારત્ન એવા હારામાં આ આત્મા મહારાથી અર્પણ કરાય છે, અર્થાત્ મેં આત્માર્પણ કર્યું છે.
હું ફલેચ્છારહિત તું ફલમય, મહારે કરવું શું? फलानुध्यानवन्ध्योऽहं, फलमात्रतनुर्भवान् । प्रसीद यत्कृत्यविधौ, किङ्कर्त्तव्यजडे मयि ॥८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org