________________
૨૭૦
વીતરાગસ્તવ સવિવેચન विषयेषु विरागस्ते, चिरं सहचरेष्वपि । योगे सात्म्यमदृष्टेऽपि, स्वामिन्निदमलौकिकम।।४। ચિર સહચરાય વિષયમાં, સ્વામિ! તુજ વિરાગ અદષ્ટ વેગે ય સામ્ય એ, અલૌકિક વીતરાગ ! ૪
અર્થ_ચિરકાળથી સહચર (સાથે વિચરનારા મિત્ર) એવા પણ વિષયમાં લ્હારે વિરાગ છે! અને અદષ્ટ–કદી નહિં દીઠેલા એવા યોગમાં લ્હારૂં સામ્ય–આત્મરૂપપણું છે! હે સ્વામી! આ અલૌકિક છે!
વિવેચન મહાપાત્ર તે માર્ગના, પરમાગ જિતલોભ.
–શ્રીમદ્ રાજચંદ્રજી હે વીતરાગ ! “ચિરકાળથી”ઘણું ઘણા લાંબા કાળથી -અનાદિથી જે “સહચર’–સાથે વિચરનારા ગઠિયા મિત્રો છે એવા પણ અનાદિના “ભાઈબંધ' વિષયમાં હારો “વિરાગ”—વિગતરાગપણું–રાગરહિતપણું છે, અને કદી દીઠે પણ નથી એવા “અદષ્ટ” એગમાં હારૂં સામ્ય” છે–અભિન આત્માપણું–તન્મય પરમ પ્રેમપણું છે! હે સ્વામી! આ લૌકિક નહિ એવી કઈ અલૌકિકલેકેત્તર વાત છે! કારણ કે લોકમાં તે જેને ચિર સહચાર–સહવાસ હોય તે પ્રત્યે ગાઢ આસક્તિરૂપ રાગ, અને જેને કદી પરિચય નથી થયે તે પ્રત્યે ભાવઅભાવ– પ્રેમઅભાવ જ જોવામાં આવે છે. એટલે લોકની રીતિથી વિપરીત-વિલક્ષણ એવી ત્યારી રીતિ પરમ આશ્ચર્યકારી લિંકોત્તર છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org