________________
૨૦૪
વીતરાગસ્તવ સવિવેયને
છે, ને તેવા વિરલ સત્પરુષને પણ ખલજનેરૂપ બગલાઓની છિદ્રાન્વેષણરૂપ ચાંચમાંથી છટકવું મુશ્કેલ થઈ પડે છે. દાંભિક દુજનેરૂપ બક-ભક્તો તેને પીંખી નાંખવા સદા તત્પર રહે છે. આમ આ કલિકાળમાં ખલેને સુકાળ હોય છે! એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે તેમ–“રવિંતિ સંતાવિસ્ટસંચાર– સંતે સીદાય છે ને અસંતે વિલસે છે! આવા આ વિષમ દુષમ કલિકાલ અંગે તીવ્ર ખેદ વ્યક્ત કરતાં શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અંતગાર છે કે
ઘણાં પ્રત્યક્ષ વર્તમાને પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર સમ કાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આ દુષમ કાળ કોઈક જ વખત આવે છે. સ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતીપૂજા નામે આશ્ચર્યવાળ હુંડ–ધીટ એ આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્યસ્વરૂપે તીર્થંકરાદિકે ગ. છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે, સાક્ષાત એમ જાણે ભાસે છે. શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૧૬.
કલ્યાણ સાધવા કલિ જ કષપાષાણુ– कल्याणसिद्धयै साधीयान्, कलिरेव कषोपलः। विनामिं गन्धमहिमा, काकतुण्डस्य नैधते ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org