________________
દેવેન્દ્રાદિ શ્રી ભોગવતાં પણ વિરતપણું
૨૪૩ " तदज्ञानस्यैव सामर्थ्य वैराग्यस्य च वा किल । થોડા Íમ: કર્મ, મુનોડ ન વધ્યતે ”
શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારકળશ સમ્યગુદષ્ટિ એગી પુરુષે કવચિત્ પ્રારબ્ધદયથી સંસારપ્રસંગમાં વત્તે, તે પણ નિરંતર અસંગપણને જ ભજે છે. બહિદષ્ટિ જગજજીની દષ્ટિએ અવિરતિ દેખાવા છતાં અંતર્થી–ભાવથી તો તેઓ સાધુચરિત વિરતિ જ હોય છે. આ સમ્યગૃષ્ટિ મહાત્માઓનું શરીર સંસારમાં અને મન મોક્ષમાં હોય છે. “મોક્ષે વિત્ત મ તનુ ” એટલે તેને સર્વ જ ચોગ-ધર્મઅર્થાદિ સંબંધી વ્યાપાર પણ ગરૂપ જ હોય છે. મંત્રપૂતળીની જેમ પૂર્વ પ્રારબ્ધના સૂત્રસંચારથી જેની સર્વ પ્રવૃત્તિ ચાલે છે, એવા નિરિછ સમ્યગદષ્ટિ યોગીપુરુષની સમસ્ત સંસારચેષ્ટા ભાવપ્રતિબંધ વિનાની, અનાસક્ત ભાવવાળી હોય છે. એટલે નેહરૂપ-આસક્તિરૂપ ચીકાશના અભાવે તે કરાધાકડ જ્ઞાનીને કર્મ રજ વળગતી નથી. જ્ઞાની ભોગવતાં છતાં બંધાતા નથી ને અજ્ઞાની નહિં ભેગવતાં છતાં બંધાય છે! એ વિલક્ષણ વાત જ્ઞાનીના અપૂર્વ જ્ઞાનનું કે અનન્ય વૈરાગ્યનું અદ્ભુત સામર્થ્ય સૂચવે છે.
પતિવ્રતા સ્ત્રીનું મન જેમ ઘર સંબંધી બીજા બધાં કામ કરતાં છતાં સદા પ્રિયતમ એવા ભર્તારને વિષે લગ્ન હોય છે, ગાય વનમાં જઈ ચારો ચરે ને ચારે દિશામાં ફરે છે, પણ તેની દષ્ટિ તો સદાય તેના વહાલા વત્સમાં જ ટેલી હોય છે, તેમ જ્ઞાની પુરુષનું ચિત્ત પણ સંસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org