________________
૨૪૮
વીતરાગસ્તવ સવિવેચન દુઃખગર્ભિત, મેહગર્ભિત, જ્ઞાનગર્ભિત. મરણ–રેગ-શેક દારિદ્યાદિ સાંસારિક દુઃખની આપત્તિથી જે ક્ષણિક આવેશરૂપ “મસાણીઓ વૈરાગ્ય ઉપજે છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય; તત્વનું જ્યાં સમ્યફજ્ઞાન નથી પણ ઉલટું વિપર્યસ્ત મિથ્યાત્વમેહિજન્ય મેહરૂપ અજ્ઞાન છે ત્યાં જે ઉપજે તે મેહગર્ભિત વૈરાગ્ય અને તત્વના સમ્યક્ પરિજ્ઞાનપૂર્વક જે વસ્તુતત્ત્વસ્થિતિના યથાર્થ દર્શનથી ખરેખર સજ્ઞાનસંગત પરમાર્થ વૈરાગ્ય ઉપજે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. આ ત્રણ પ્રકારના વૈરાગ્ય હોય છે. તેમાં–પરે–બીજાઓ–અન્યદર્શનીઓ કાં તે સાંસારિક દુઃખ જેના ગર્ભમાં (અંતરમાં) રહ્યું છે એવા દુઃખગર્ભ વૈરાગ્યમાં, કાં તે તત્ત્વનું વિપર્યસ્ત જાણપણું–મિથ્યાહ–બ્રાંતિપણું જેના ગર્ભમાં રહ્યું છે એવા મેહગર્ભ વિરાગ્યમાં “નિષ્ઠિત હોય છે, નિતાંત સ્થિતિ ધરતા હોય છે. પણ તત્ત્વની યથાવસ્થિત સમ્યક્ સમજણરૂપ–યથાર્થતત્ત્વધરૂપ જ્ઞાન જેના ગર્ભમાં રહ્યું છે, એ જ્ઞાનગર્ભ વરાગ્ય તો હે વીતરાગ ! લ્હારામાં જ “એકાયનતા” -એકાશ્રયતા પામ્યો છે. અર્થાત્ અખિલ જગતમાં જ્ઞાનગર્ભ વિરાગ્યના એકનિવાસસ્થાનરૂપ એક આશ્રયભૂત તું જ છે. ઔદાસીન્ય છતાં વિશ્વોપકારે વીતરાગને નમસ્કાર... औदासीन्येऽपि सततं, विश्वविश्वोपकारिणे । नमो वैराग्यनिघ्नाय, तायिने परमात्मने ॥८॥
સદા ઔદાસ્યતામાં ચે, વિશ્વ વિપકારિને; વૈરાગ્યનિગ્ન તું તાયી, હે નમઃ પરમાત્માને ! ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org