________________
૨૫૨
વીતરાગસ્તવ સવિવેચન વિના આહાન ક–વગર આમંત્ર્ય વગર બેલાબે વણમાગ્યું સહાય” કરનાર–મેક્ષમાર્ગરૂપ પરમાર્થ સહાય કરનાર તો તું છે. જગતમાં આ મ્હાર રાગી ભક્ત છે એમ જાણી મેહ–રાગાદિ કારણે તે પ્રત્યે વત્સલતા ધરનારા સકારણ વત્સલ કંઈક હશે, પણ રાગાદિ કારણ વિના સર્વ આત્મબંધુ પ્રત્યે–વત્સ પ્રત્યે ગાયના વાત્સલ્ય જેવું–પરમાર્થ– પ્રેમરૂપ નિષ્કારણ વાત્સલ્ય ધરનારો અકારણુવત્સલ તે તું છે. જગતમાં “અલ્પર્ધિત”—અભ્યર્થના કરવામાં આવ્યું સાધુ”-કાર્યસાધી આપનારા એટલે કે પ્રાર્થના કયે ભલાઈ કરી બીજાનું કામ કરી આપનારા અભ્યર્થિત સાધુ કંઈક હશે, પણ “અનન્યર્થિત”વિના અભ્યર્થના ક–“સાધુ– કાર્ય સાધી આપનારો એટલે કે વણપ્રાગ્યે બીજાનું કાર્ય કરી આપનારો “અભ્યથિત સાધુ તે તું છે. જગતમાં પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે” (આનંદઘનજી) એ પ્રસિદ્ધ ઉક્તિ પ્રમાણે સ્વજન-મિત્રાદિ સાંસારિક સ્વાર્થ સંબંધે બંધુપણું કરનારા સસંબંધ બાંધવા તે કંઈક હશે, પણ નિઃસ્વાર્થ કેવળ શુદ્ધ પરમાર્થ સંબંધે સાચું પરમાર્થબંધુપણું કરનારે અસંબંધબાંધવ તે તું છે. અત્રે કારણ વિના કાર્ય દર્શાવી કવિએ વિશેષક્તિ અલંકારના વિશિષ્ટ પ્રયોગથી જગહિતકર પ્રભુને વિશિષ્ટ મહિમાતિશય વ્યંજિત કર્યો છે, તેમજ અત્રે પ્રથમ લેકમાં પ્રથમ વિભક્તિના પ્રગથી વર્ણન કરી, બીજામાં બીજીના પ્રગથી, એમ અનુકેમે યાવત્ આઠમા લેકમાં આઠમી વિભક્તિના પ્રયોગથી વર્ણન કરી શબ્દશાસ્ત્રના પારદશ્વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org