________________
જ્ઞાન વૈરાગ્ય તે એક હારામાં જ
૨૪૭ પામતો નથી કે મેક્ષની તું સ્પૃહા કરતો નથી. આ પ્રકારે સર્વત્ર તું સમચિત વતે છે,–આવું તું પરમ ઉદાસીનપણું થરે છે, ત્યારે તે પણ ત્યારે પરમ વૈરાગ્ય જ છે. આમ
જ્યાં જ્યાં જે જે રીતે અને જે જે દૃષ્ટિએ જોઈએ ત્યાં ત્યાં તે તે રીતે અને તે તે દૃષ્ટિએ સર્વત્ર હારે વૈરાગ્ય વૈરાગ્ય ને વૈરાગ્ય જ દેખાય છે. ખરેખર ! એવું કયું સ્થળ છે કે જ્યાં તને વૈરાગ્ય નથી ?
જ્ઞાન વૈરાગ્ય તો એક હારામાં જ– दुःखगर्भे मोहगर्भे, वैराग्ये निष्ठिताः परे । ज्ञानगर्भ तु वैराग्यं, त्वय्येकायनतां गतम् ॥७॥
ખગભ મેહગર્ભ, વૈરાગ્યે નિષ્ટ છે પરે; જ્ઞાનગર્ભ તુમાં પાયે, એકાશ્રયપણું ખરે. ૭
અર્થ–બીજાઓ–અન્યદર્શનીઓ દુ:ખગર્ભ કે મેહગર્ભ વૈરાગ્યમાં નિષ્ઠિત છે, પણ જ્ઞાનગર્ભ વૈરાગ્ય તે હારામાં જ એકાશ્રયપણને પામે છે.
વિવેચન પ્રીતિ કરે તે રાગીઆ, જિનવરજી હો તુમે તે વીતરાગ; પ્રીતડી જે અરાગથી, ભેળવવી છે તે લોકોત્તર માર્ગ
– શ્રી દેવચંદ્રજી મહાન શ્રીહરિભદ્રસૂરિએ અષ્ટકમાં સ્પષ્ટ વિવરી બતાવ્યું છે તેમ-જગતમાં ત્રણ પ્રકારના વૈરાગ્ય પ્રવર્તે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org