________________
વિષહર રત્નથી વિષધરની શોભા
૨૧૩
આ દુસમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંગમાં તે જીવને કંઈક ઓછી જાગૃતિ હોય તોપણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ ગ વત્તતા હોય, ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગ્રત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાન કાળ દુસમ કહ્યો છે છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૪૦ “જે ઈ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિં આત્માર્થ.”
–શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રીઆત્મસિદ્ધિ | ઇતિ “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં–સકાવ્યાનુવાદ-વિવેચનમાં
કલિકાલપ્રશંસારૂપ નવમ પ્રકાશ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org