________________
જ્યાં શીધ્ર ભક્તિફલ મળે તે કલિકાલ ભલે હે! ૧૯૭ આ કલિકાલ પણ ધન્ય છે, એવી ભાવનાથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજીએ અત્રે આ પ્રકાશમાં કલિકાલની પ્રશંસા કરી છે, પણ પિતાના માટેનું તે કલિકાલનું ધન્યપણું પણ વીતરાગ દેવની પ્રાપ્તિને જ આભારી છે, એટલે “કલિકાલ સર્વ’ અત્રે કલિકાલની સ્તુતિને હાને ખરી રીતે તે વીતરાગ ભગવાનની જ સ્તુતિ કરી અદ્ભુત ભક્તિ પ્રદર્શિત કરી છે. અત્રે દેખીતી રીતે પ્રથમ દૃષ્ટિએ તે કલિકાલની પ્રશંસા કરી છે, પરંતુ સ્વભાવે દુષ્ટ બહુ દેલવંત આ કલિકાલને “ગુણ? આ ભગવાન થકી છે એટલે ગર્ભિત રીતે વ્યંગ્યપણે તેની નિન્દા કરી છે. આ વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે, કારણ કે દેખીતી પ્રશંસા નિન્દારૂપે પર્યવસાન પામે છે, પરિણમે છે. ઊંડા ઉતરી વિચારતાં એક અપેક્ષાએ આ સ્પષ્ટ થશે. આટલી સામાન્ય સૂચના કરી હવે આ પ્રકાશના આ પ્રથમ લેકને ભાવ વિચારીએ.
જે કલિકાળમાં હારી ભક્તિનું ફળ અ૫ કાળમાં જ સાંપડે છે તે કલિકાલ જ–ગમે તે દુષ્ટ છતાં–અમને ભલે હે ! અમારે કૃતયુગ આદિ સારા કાળનું કાંઈ પ્રયેજન નથી. કારણ કે જગમાં સારભૂત પ્રાપ્તવ્ય તે હારી ભક્તિ છે, અને તે જે આ કલિકાળમાં અમને પ્રાપ્ત થઈ છે, તે અમારે કૃતયુગ આદિની અપેક્ષા નથી. અલ્પ કાળમાં ફળ મળવાનું કારણ એ છે કે-કલિકાલમાં એવા પ્રતિકૂળ સંગે વર્તે છે કે દઢતા વિના ભક્તિ પામવી દુર્લભ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org