________________
અદેહનું વક્તાપણું–શાસ્તાપણું-જગતસર્જન ન ઘટે ૧૫૯ પ્રતિકે અવકીએ. તેમાં આ પ્રથમ લેકમાં પ્રથમ તે વાદીને જાણે પૂછે છે કે–વારુ, તમે કલ્પલે જગતુકર્તા ઈશ્વર શરીરધારી છે કે અશરીર છે? જે શરીરધારી છે તે તેને પુણ્ય-પાપરૂપ કમ છે કે નહિ? જે છે તે તેનું અપૂર્ણપણું અને અનીશ્વરપણું સિદ્ધ થાય છે, અને જે નથી એમ કહે તે ધર્માધર્મ–પુણ્યપાપ વિના દેહ કેમ હોય? દેહ ન હોય તે મુખ કેમ હોય? મુખ ન હોય તે વક્તાપણું કેમ હોય? અને વક્તાપણું ન હોય તે તમારે કલ્પિત ઈશ્વર “શાસ્તા” શાસનાર–શાસ્ત્રપ્રણયન કરનાર આપ્ત કેમ હોય? માટે અશરીર કે સશરીર એ જગકર્તા ઘટતે નથી.*
અદેહની જગત્સર્જન પ્રવૃત્તિ ન ઘટે– अदेहस्य जगत्सर्गे, प्रवृत्तिरपि नोचिता। न च प्रयोजनं किञ्चित्स्वातन्त्र्यान पराज्ञया ॥२॥
૪ આ અપૌરુષેયવાદનું તથા જગતકર્તવવાદનું યુક્તિયુક્ત નિરાકરણ શ્રીહરિભદ્રાચાર્યજીએ “લલિત વિસ્તરામાં વિસ્તારથી કર્યું છે. તે અર્થે જિજ્ઞાસુએ મસ્કૃત લલિતવિસ્તરા
સવિવેચન ગ્રંથનું અવલોકન કરવું. (જુએ સૂત્ર ૩૦૩, ૫–૫૪૪, તથા સૂત્ર ૧૭૯ પૃ–૩૦૩)
–ભગવાનદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org