________________
૧૩૨.
વીતરાગસ્તવ સવિવેચન છે, તેવી બીજા કેઈની પણ થઈ નથી.” કેવલશ્રીની પ્રાપ્તિ થયે આવી અદ્ભુત પ્રાતિહાર્યશ્રી ભગવાન તીર્થકરને હોય છે; “શ્રી”ને કમલવાસિની કહે છે, તે કમલનિવાસ છેડીને જાણે શ્રીમદ્ કેવલી ભગવાનના ચરણકમળને આશ્રય કરે છેઆ અંગે શ્રી આનંદઘનજીએ સુંદર ઉલ્ઝક્ષા કરી છે કે-હે ભગવંત! આપ શ્રીમદ્ ચરણકમલમાં કમલા–શ્રી નિવાસ કરે છે, તે સમલ અને અસ્થિર પદરૂપ પંકજને પામર તુચ્છ લેખી ને તમારા ચરમકમલને નિર્મલ સ્થિર પદરૂપ દેખીને જાણે તેમ કરતી હોયની! આમ કમલા જેના ચરણકમલમાં વસે છે એવા હે શ્રીમદ્ ભગવંત! મહારે આ મન મધુકર તમારા શ્રીમદ્ ચરણકમલમાં એ મુગ્ધ બન્યું છે કે તે સુવર્ણમય મેરુને અને ઈંદ્ર-ચંદ્ર-નાગૅદ્રને પણ રંક ગણી, તમારા ગુણમકરંદના પાનમાં લીન થઈ ગયેલ છે. GK ચરણકમલ કમલા વસે રે, નિર્મલ ચિરપદ દેખ;
સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામરખ વિમલ, મુજ મન તુજ પદ પંકજે રે, લીન ગુણ મકરંદ; રંક ગણે અંદરધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગે.”
– શ્રી આનંદઘનજી છે ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં
કાવ્યાનુવાદ-સવિવેચનમાં– અષ્ટપ્રાતિહાર્ય વર્ણનાત્મક પંચમ પ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org