________________
વીતરાગ પ્રત્યે માધ્યસ્થ પણ દુખદ: દ્વેષની વાત શી? ૧૩૫
પાવન એવે છે. જેવું હારૂં આંતરિક સ્વરૂપસૌંદર્ય છે તેવું જ તેને પ્રતિરૂપ હારૂ બાહ્ય સ્વરૂપસૌંદર્ય છે,
આકૃતિઃ ગુણાનું કથતિ” એ ન્યાયે હારી પ્રશમરસ નિમગ્ન વીતરાગભાવપ્રદર્શક દેહાકૃતિનું લાવણ્ય – સ્વરૂપસૌંદર્ય જનમનને આકષી લે એવું પુણ્ય – પાવનકારી છે, અને એટલે જ તું નેત્ર પ્રત્યે અમૃતાંજન છે, – જાણે અમૃત આર્યું હોય એમ તને દેખતાં જ નેત્ર ઠરી જાય એ અમૃતના આંજણ સમાન છે. આ જે તું તે પ્રત્યે માધ્યસભ્ય પણ – મધ્યસ્થપણું રાખવું તે પણ દૌથ્ય” – દુરસ્થિતિપણું અર્થ થાય છે, તે પછી હારા પ્રત્યે “ષવિષ્ય વની” – દ્વિષરૂપ ચિત્તસંક્ષેભની તે શી વાત કરવી? અર્થાત હે ભગવાન! હારા સપક્ષમાં પણ નહિં ને વિપક્ષમાં પણ નહિં એવી લ્હારા પ્રત્યે “મધ્યસ્થતા” – તટસ્થતા – ઉદાસીનતા – ઉપેક્ષા રાખવી તે પણ “દુઃસ્થિતિનું” – દુઃખદાયક સ્થિતિનું કારણ થાય છે, (કારણ કે તું વીતરાગ સદેવના શરણ વિના ભવભ્રમણ દુઃખને અંત ન આવે), તે પછી દ્વેષપૂર્વક હારી નિન્દા આદિ કવાથી જેને કલુષતાથી ચિત્તસક્ષોભ ઉપજે છે તેના દુઃખનું તે પૂછવું જ શું? તાત્પર્ય કે દ્વેષથી હારી નિન્દા કરવા એગ્ય નથી એટલું જ નહિ પણ હારા પ્રત્યે માધ્યઓ પણ રાખવા એગ્ય નથી. –એકાંત ભક્તિ જ કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org