________________
૧૩૪
વીતરાગસ્તવ સવિવેચન
વિવેચન
હું તો વારિ પ્રભુ! તુમ મુખની
હું તે જિન બલિહારી તુમ સુખની; સમતા અમૃતમય સુપ્રસન્નની,
ત્રેય નહીં રાગરૂખની. – શ્રી દેવચંદ્રજી આગલા પ્રથમ પંચ પ્રકાશમાં સર્વ અતિશયેનું યથાવત્ દર્શન કરાવી વીતરાગ દેવનું સર્વાતિશાયિપણુંજગમાં અન્ય સર્વ કરતાં ચઢીયાતાપણું અને પરમ આપ્તપણું પ્રતિષ્ઠાપિત કર્યું અને આમ વીતરાગ દેવની પ્રારંભમાં જ મહાપ્રતિષ્ઠા કરી શ્રી હેમચંદ્રાચાર્યજી આ છઠ્ઠા પ્રકાશમાં ઉષશું કરે છે કે–વીતરાગને આ જગતમાં કોઈ રાગી કે વિરાગી પ્રતિપક્ષી હોઈ શકે જ નહિં– છે જ નહિં; આ યુક્તિથી પ્રતિષ્ઠાપિત કર્યા છતાં, કઈ અસમંજસ ભાવે પ્રતિપક્ષીપણું માનતું હોય તે તે તેની સરાગપણજન્ય ભાંતિ જ છે એમ કહી, સરાગી દે અને તેના રાગી ભક્તો પ્રત્યે માર્મિક કટાક્ષથી ઉપહાસ કરે છે અને છેવટે દષ્ટિરાગ છેડો દુષ્કર છે એ દર્શાવી, સરાગીમાં કઈ કાળે આપ્તપણું ઘટે જ નહિં એમ વચનકાર કરે છે. આટલી સામાન્ય ભૂમિકા દર્શાવી હવે આ પ્રકાશના આ પ્રથમ કને આશય વિચારીએ. : 'હે વીતરાગ દેવ! તું લાવણ્યથી પુણ્ય–પવિત્ર વધુ વાળે – શરીરવાળે નારિ જીવન દર્શન કરતાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org