________________
૧૦૨
વીતરાગસ્તવ સવિવેચન
દેવકૃત ૧૯ અતિશયેનું વર્ણન આ ચેથા પ્રકાશમાં અને પાંચમા પ્રકાશમાં વિભક્ત કરીને કરે છે, તેમાં આ પ્રકાશમાં પ્રથમ ૧૧ અતિશય વર્ણવે છે, તે આ પ્રકારે-(૧) ધર્મ ચક, (૨) ઈંદ્રધ્વજ, (૩) સુવર્ણકમળ રચના, (૪) પ્રતિરૂપ સ્થાપન, (૫) ત્રિગઢ રચના, (૬) કંટકનું અધોમુખપણું, (૭) કેશઆદિનું અવસ્થિતપણું, (૮) શબ્દાદિ પંચ વિષયેનું અનુકૂલપણું, (૯) સર્વઋતુ સમવતાર, (૧૦) ગંદક– પુષ્પવૃષ્ટિ, (૧૧) જઘન્યથી એક ક્રોડ દેવેનું સેવાતત્પરપણું આમાંથી પ્રથમ દશનું એકેકે વર્ણન પ્રથમ દશ લેકમાં કરી, તેના અનુસંધાનમાં સ્તુતિરૂપ ત્રણ લેક મૂકી, પછી છેલ્લા ચૌદમા લેકમાં ૧૧ મો અતિશય વર્ણવ્યું છે. આ પ્રત્યેક અતિશયનું વર્ણન અપૂર્વ કાવ્ય ચમત્કૃતિથી કરતાં મહાકવિ હેમચન્દ્રાચાર્યની કાવ્યકળા સોળે કળાએ ખીલી નીકળી છે, અને તેમાં પદે પદે આ
કલિકાલસર્વજ્ઞ અને ભક્તિઅતિશય એર ઝળકી ઊઠયો છે. આટલી સામાન્ય ભૂમિકા કરી હવે આ પ્રથમ લેકને ભાવ વિચારીએ.
ભગવાનની આગળમાં દેવનિર્મિત ધર્મચક્ર ચાલે છે, એ એમ સૂચવે છે કે આ ધર્મચકવર્તીનું ધર્મચક અપ્રતિત છે. આ ધર્મચક તીર્થંકરલક્ષ્મીનું તિલક છે; તીર્થંકરલક્ષ્મી ગુણથી રીઝી તીર્થકરને વરી, તેણે જણે તેના ભાલમાં આ ત્રિભુવનાધિપતિપણાનું તિલક કર્યું હાયની! આવું તીર્થંકરલક્ષમીના તિલકરૂપ આ ધર્મચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org