________________
૧૦૬
વીતરાગસ્તવ સવિવેચન ચતુર્મુખરચના જાણે ચતુર્વિધ ધર્મ પ્રકાશવા !— दानशीलतपोभावभेदाद्धर्म चतुर्विधम् । मन्ये युगपदाख्यातुं, चतुर्वक्त्रोऽभवद् भवान् ॥४॥ એકી સાથે ચઉવિધ અહો ! ધર્મ ઉદબોધવાને, માનું છું હું ચઉમુખ પ્રત્યે ! તું થયો હેય જાણે!
અર્થ-દાન, શીલ, તપ અને ભાવ એ ભેદથી ચતુંર્વિધ ધર્મ એકી સાથે આખ્યાત કરવાને, હું માનું છું, કે તું ચતુર્મુખ થયે !
વિવેચન
“તુ ઘર્મવેબ્સારું ઘર્મનાથકુવાના”- સકલાતસ્તોત્ર
સમવસરણમાં ભગવાનના ચતુર્મુખ–ચાર મુખ શેલે છે. એક તે ભગવાન સાક્ષાત્ પૂર્વાભિમુખે બિરાજે છે; બાકી ત્રણ દિશામાં – દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશામાં દેવ ભગવાનનું આબેહૂબ “પ્રતિરૂપ” – પ્રતિકૃતિ રચે છે, – પ્રતિબિંબ – પ્રતિમા સ્થાપે છે; એથી ચારે દિશામાં સર્વ કોઈને સાક્ષાત્ ભગવાન જ સન્મુખ દેખાય છે. આમ ભગવાન ચતુર્મુખ હોય છે, તે અંગે કવિ ઉભેક્ષા કરે છે–– દાન-શીલ-તપ-ભાવ એ ચાર ભેદથી “ચતુવિધ” – ચાર પ્રકારને ધર્મ છે, તે જાણે એકી સાથે આખ્યાત કરવાને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org