________________
સહજ અગિપણું, સ્વદરહિતપણું દર્પણતલ પ્રતિબિંબને, પ્રતિરૂપ તું નાથ; સ્વેદ આદ્રતા નાશની, તુજ દેહે કયાં વાત? ૪
અર્થ-આદર્શતલમાં–દર્પણમાં આલીન પ્રતિમાના. પ્રતિરૂપક-પ્રતિબિંબ એવા હારામાં શરીરની ક્ષરતા વેદના વિલીનપણાની સ્થા પણ ક્યાંથી ?
વિવેચન પ્રભુને જન્મથી માંડીને કદી પણ પ્રસ્વેદ-પસીને થતું નથી, પ્રભુના શરીરને આ સહજ પ્રસ્વેદરહિતપણારૂપ અતિશય અત્ર વર્ણવ્યા છે. અત્રે પ્રભુને દર્પણતલે પડતા પ્રતિબિંબની ઉપમા આપી છે. તે આદર્શતલમાં-દર્પણ તલમ “આલીન”—લીન થઈ ગયેલી–લપાઈ ગયેલી પ્રતિમાને પ્રતિરૂપક”-પ્રતિબિંબરૂપ છે. એટલે હારા શરીરમાંથી ક્ષરતા”-સવતા પ્રસ્વેદના વિલીનપણની–વિલય પામી જવાપણાની કથા–વાર્તા પણ ક્યાંથી? ત્યારે શરીરમાંથી પ્રસ્વેદ-પસીને ક્ષર-ઝરતો પણ નથી તે પછી તેના વિલય પામી જવાની વાત જ શી? અર્થાત્ જેમ તે દર્પણતલમાં પડતી પ્રતિમાને બાહ્ય મલ આદિ સ્પશી શકતા નથી કે ભીનાશ લાગતી નથી, તેમ દર્પણ પડતી પ્રતિમાના “પ્રતિરૂપ” આબેહુબ નકલ જેવા તું પ્રભુને બાહ્યાભંતર મલ આદિ સ્પશી શકતા નથી, તે પછી પ્રસ્વેદની ભીનાશ સુકાવાની વાત તે ક્યાં રહી? એટલે કે પ્રભુને દેહ આજન્મ પ્રસ્વેદ રહિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org