________________
કૉલેજજીવનને પરિચય
૧૫
સન્માનસમિતિના સંચાલકોએ મને મગનભાઈ વિષે આ થોડા શબ્દો કહેવાની તથા તેમને અભિનંદન આપવાની જે તક આપી તે બદલ હું તેઓના આભાર માનું છું; કારણ કે આજના જાહેર જીવનમાં બીજા કોઈ કરતાં હું તેમને સૌથી લાંબા સમયથી ઓળખું છું; તથા બાળપણથી જ તેમની સાથે ઊછરેલા છું. હું ખરેખર માનું છું કે, ઉપર ઉપરથી દેખાય તે કરતાં અમે બંને પરસ્પર એકબીજાનું ભાવી ઘડવામાં નિમિત્ત રૂપ બન્યા છીએ. જો ઈ.સ. ૧૯૧૭ની મૅટ્રિક પરીક્ષામાં માટે નિમિત્તે હરીફાઈમાં ઊતરવાનું તેમને બન્યું ન હોત, તેા તેમણે એટલા સખત પરિશ્રમ કર્યો ન હાત; અને સહેલી સફળતાથી જ સંતાષ માનીને, તે બીજા લાકોની પેઠે અણછતા જ રહ્યા હાત. તે જ પ્રમાણે, મારે પણ એ આવશ્યકતા ઊભી થઈ ન હોત, તા મેં એટલા ભારે અભ્યાસ કર્યો ન હોત અને ભાઉસાહેબ દેસાઈ સ્કૉલરશિપ ’ મેળવવા પૂરતો જ પ્રયત્ન કરીને બીજી રીતે નીચલી કક્ષાએ રહેવામાં જ સંતાષ માન્યા હોત. આમ, અમારા બંનેના દાખલામાં અમારું જીવન કંઈક જુદું જ બન્યું હોત. મગનભાઈ આ બાબતમાં શું માને છે, તે હું જાણતા નથી; પરંતુ મારા ઘણા મિત્રો આગળ મેં ખુલ્લા દિલથી કહ્યું છે, અને આજે પણ કહું છું કે, જો મગનભાઈ ન હોત, તે હું અત્યારે જે કંઈક બની શકયો છું, તે ન જ બન્યો હોત.
સી. સી. દેસાઈ
કૉલેજ-જીવનના પરિચય
પરદેશી અમલની ઝૂંસરી કાઢી નાખવાનું અને સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી જુદાં જુદાં ક્ષેત્રમાં દેશના નવનિર્માણના કામમાં ફાળા આપવાનું સભાગ્ય છેલ્લાં હજારેક વર્ષમાં આપણા જ યુગને મળ્યું છે. પાતાને માટે પૈસા પ્રાપ્ત કરી મિલકતો વસાવવાને બદલે બુદ્ધિ અને વ્યવસ્થાશક્તિ દેશની જ પ્રવૃત્તિ માટે વાપરવી એવું જેમના જીવનનું ધ્યેય છે. તે પૈકી ભાઈ મગનભાઈ દેસાઈના કૉલેજના વિદ્યાર્થી જીવન અને તે વખતના વાતાવરણ વિષે સહજ પરિચય આપવા પ્રયત્ન કરું છું.
સને ૧૯૧૭માં તે મૅટ્રિકની પરીક્ષામાં પહેલા વર્ગમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે પાસ થયા બાદ મુંબઈમાં ગાવાલિયા ટૅન્ક ઉપર આવેલી શેઠ ગોકુળદાસ તેજપાલ બેડિંગમાં દાખલ થયા હતા. તેઓ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જતા હતા અને હું વિલ્સન કૉલેજમાં જતેા હતેા. પરંતુ ૧૯૧૭ થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org