________________
માનવામાં રાજવી સમા
૧૩
મને નંબર કે સ્કૉલરશિપ મેળવવા કરતાં એક વર્ષ બચાવવાની વધારે પડી હતી; અને તેથી છેવટે મહામહેનતે પ્રિલિમિનરી અથવા ફૉર્મ ભરવા માટેની પરીક્ષામાં મને બેસવાની તક આપવા માટે મેં હેડમાસ્તરને સમજાવ્યા. તે વખતે મગનભાઈ પોતાના વર્ગમાં બિનહરીફ સ્થિતિ ભાગવતા હતા; અને હું એક વર્ષ કુદાવીને તેમની બિનહરીફ સ્થિતિને કોઈ પણ રીતે જોખમમાં મૂકી શકું, એવા કોઈને સ્વપ્નેય ખ્યાલ ન હતા. જ્યારે પ્રિલિમિનરી પરીક્ષા પૂરી થઈ અને પરિણામે। બહાર પડયાં, ત્યારે મારો નંબર એટલા આગળ હતા કે, આગામી મૅટ્રિકની પરીક્ષામાં મને બેસવાની પરવાનગી ન આપવાને સવાલ જ ન રહ્યો. મગનભાઈને પણ તેમની બિનહરીફ સ્થિતિને કાંઈ પડકાર થવા જેવું લાગ્યું; અને તેથી કરીને અમદાવાદ કેન્દ્રમાં પરીક્ષા આપવા ગયા ત્યાં સુધી અમે બંનેએ સખત મહેનન કરી.
જ્યારે મૅટ્રિકનું પરિણામ બહાર પડયું, ત્યારે હું નડિયાદમાંથી પ્રથમ આવ્યો અને મગનભાઈ બીજે નંબરે આવ્યા; આખી મુંબઈ યુનિવર્સિટીમાં હું બીજે નંબરે હતા અને મગનભાઈ ત્રીજે નંબરે હતા. અમારા બે વચ્ચેના માર્કમાં, મને યાદ છે ત્યાં સુધી, ચારેકના તફાવત હતેા.
આ બધી હરીફાઈ અને રસાકસી ચાલતી હતી તેાય અમારા બે વચ્ચેને સંબંધ તા અમારા બંનેના પિતાશ્રી વચ્ચે તયા કુટુંબો વચ્ચે ચાલ્યા આવતા હતા તેવો જ મીઠો, ઘનિષ્ઠ અને અતૂટ રહ્યો.
અમે બંને મુંબઈમાં પણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. ત્યાં પ્રથમ વર્ષમાં પણ અમે અમારા નંબર જાળવી રાખ્યા, ફેર માત્ર એટલા જ પડયો કે, મૅટ્રિકની પરીક્ષામાં પ્રથમ આવનાર શ્રી. શંકર વામન દેશપાંડે, જે અમારી સાથે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જ હતા, તે અમારા બે કરતાં પાછળ પડી ગયા. ઇન્ટરની પરીક્ષા પછી અમારા બેના રાહ જુદા થઈ ગયા. હું આઈ. સી. એસ.ના અભ્યાસ કરવા ઈંગ્લેંડ ગયા; અને મગનભાઈએ આગળ જતાં અસહકારની ચળવળનાં ઝંપલાવ્યું, તથા પછી તે ગૂજરાત વિદ્યાપીઠમાં
દાખલ થયા.
શરૂના દિવસેામાં જેમ તે મને શાળામાં પાછળ પાડી દેતા, તેમ અમારા જીવનના આખરી તબક્કામાં, વર્તુળ જાણે પૂરું થવા આવ્યું છે ત્યારે પણ, તે મારાથી આગળ જઈ રહ્યા છે, તે જોઈને હું અનહદ આનંદ તેમ જ ગર્વ અનુભવું છું. આ સઘળા સમય દરમ્યાન, અમે ગાઢ મિત્રૌ રહ્યા છીએ; વસ્તુતાએ મિત્રો કરતાં ભાઈ જેવા વધુ છીએ. જ્યારે જ્યારે અમને બંને એકબીજાને મળવાના કે પત્રવ્યવહાર કરવાને પ્રસંગ મળ્યા છે, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org