________________
માનવામાં રાજવી સમા મગનભાઈ સાથે મારો સંબંધ, અમે બંને ચારેક વર્ષના હતા અને અમારા વતન નડિયાદની નાની શી પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારને છે. તેમના અને મારા પિતાશ્રી બંને ઘણા નિકટના મિત્રો હતા. રોજ એકબીજાને મળ્યા વિના તેમને ચાલે જ નહીં. નડિયાદ મ્યુનિસિપાલિટીમાં બને ૨૫ રૂપિયાના મોટા દરમાયાથી સાથે કરી કરતા! સ્વાભાવિક રીતે એ જ સંબંધ બંને કુટુંબોમાં પણ ઊતર્યો.
શાળાનાં શરૂઆતનાં થોડાં વર્ષો, એમ બંને સાથે જ ભણ્યા. અમારી વચ્ચે રસાકસી ચાલ્યા કરતી. કોઈ વાર એ આગળ થાય, તો કોઈ વાર હું; પણ ઘણી વાર એ જ આગળ હોય. પરંતુ થોડા વખતમાં જ તે કરમસદ ગયા, ત્યાં તેમણે એક ધારણ કુદાવી લીધું. એટલે જ્યારે તે પાછા નડિયાદ આવ્યા, ત્યારે હું તેમનાથી એક ધોરણ પાછળ પડી ગયું. આ વસ્તુસ્થિતિ ૧૯૧૭ સુધી ચાલુ રહી. તે વરસે તે મૅટ્રિકની પરીક્ષામાં બેસવાના હતા, અને હું તે સમયના અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં જ અટવાત હતું. અમે બંને પોતપોતાના વર્ગમાં પ્રથમ હતા; અમારા બે વચ્ચે હરીફાઈને પ્રશ્ન જ ન હતો.
તે સમયે યુનિવર્સિટીને એ નિયમ હતું કે, મેટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં દાખલ થતા પહેલાં ઉમેદવાર સોળ વર્ષનો થયો હોવો જોઈએ. મગનભાઈ મૅટ્રિકની પરીક્ષામાં બેસવાના હતા ત્યારે તેમની ઉંમર બરાબર સોળ વર્ષની થતી હતી, પરંતુ હું જો ચાલુ ક્રમે જ મૅટ્રિકમાં આવું, તે મારી ઉમર સત્તર વર્ષની થાય. એ વસ્તુ મને અસહ્ય થઈ પડી; અને મેં નિરધાર કર્યો કે, ગમે તે થાય, માટે પ્રયત્ન કરીને મગનભાઈની સાથે જ મૅટ્રિકની પરીક્ષા પસાર કરવી.
હાઈસ્કૂલની પરીક્ષાને એક જ મહિનો બાકી હતો, અને અમારા હેડમાસ્તરે, મારા હિતને ખ્યાલ કરીને, મને એક વર્ષ થેભી જવાની સલાહ આપી; જેથી હું પહેલો નંબર ન ગુમાવું તથા યુનિવર્સિટીની પરીક્ષામાં નડિયાદના વિદ્યાર્થીઓમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને મળતી “ભાઉસાહેબ દેસાઈ કૉલરશિપ' ખાઈ ન બેસું. એ સ્કૉલરશિપ મેળવવાની નડિયાદના સૌ વિદ્યાર્થીઓને મહેચ્છા રહેતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org