________________
શ્રી મગનભાઈ દેસાઈ
૧૧
પંડિતજીએ પાતાની આ લાક્ષણિક ભાષામાં માણસની સાચી વ્યાખ્યા આપી દીધી હતી. પંડિતજી જૈન ધર્મશાસ્ત્રના અને માનવ-ધર્મશાસ્ત્રના પંડિત જ નથી; એ અનુસાર એમનું પેાતાનું જીવન પણ છે. એમણે આપેલું એ દૃષ્ટાંત મારે માટે તે વેદમંત્ર જ બની ગયા છે. એ ઉપરથી હું પણ કહી શકું છું કે, શ્રી. મગનભાઈ સાચા આશ્રમવાસી, સાધક, સ્પષ્ટવક્તા, સત્ય માટે મરી ફીટનારા સાચા વીર પુરુષ હતા. જે કંઈ એમને સાચું લાગ્યું તે પ્રગટ કરવામાં તે કદી અચકાયા નથી, વિદ્યાપીઠના તે આજીવન સભ્ય હતા. પરંતુ જ્યારે વિદ્યાપીઠના સાથીએક સાથે એમના મતભેદ થયા અને એમને લાગ્યું કે સાથી એમની સાથે ન્યાયી રીતે નથી વર્ત્યા, ત્યારે તેમણે તણખલાની પેઠે વિદ્યાપીઠને ત્યાગ કર્યો. તે એટલા ભાવનાશીલ હતા કે સાથીઓના અયોગ્ય વર્તાવે એમના મજબૂત દિલને પણ વીંધી નાખ્યું, હું માનું છું કે એમનું અકાળ મૃત્યુ (તા. ૧-૨-'૬૯) પણ સાથીઓના કડવા વ્યવહારને કારણે જ થયું હશે; નહીં તો એમનું શરીર ૧૦૦-૧૨૫ વર્ષ ચાલે એવું સ્વસ્થ, સંયમી અને સુગઠિત હતું. મારાથી તે તે ૬ મહિના અને ૨૮ દિવસ નાના હતા, તે પણ મારાથી પહેલાં જ ચાલ્યા ગયા. એમના મૃત્યુનું મને એવું દુ:ખ લાગ્યું જાણે મારો સગા ભાઈ ચાલ્યા ગયા. આજ જ્યારે શ્રી. ડાહીબહેનને ઝાંખા પડેલા ચહેરા હું જોઉં છું, ત્યારે મને જૂના દિવસેા યાદ આવી ભારે દુ:ખ થાય છે. પરંતુ પ્રભુની લીલામાં કાણ ડખલ કરી શકે છે?
મગનભાઈએ જીવનપર્યંત બાપુજીના વિચારોને જે તેજસ્વિતા તથા સ્પષ્ટતાથી પ્રજા આગળ રજૂ કર્યા હતા, તે પ્રકારની સ્પષ્ટતા અને તેજસ્વિતા મળવી દુર્લભ છે. તે ગયા. બધાને પણ જવાનું છે. પરંતુ બીજા જન્મમાં પણ મગનભાઈ જેવા મિત્ર મળે, એવી પ્રભુ પાસે પ્રાર્થના છે.
તે જરૂર બાપુજી પાસે જ પહોંચ્યા હશે.
-- અલવ સિંહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org