________________
પાઠમાં દ્રવ્યનાં લક્ષણવાળાં બે જ સૂત્રો છે: “કવિધ્રૌવ્યશુ સા” ૧૨૧. “ગુપચવત્ સચ” ૫, રૂછા એ બે ઉપરાંત દ્રવ્યના લક્ષણ પર એક ત્રીજું સૂત્ર દિગંબરીય સૂત્રપાઠમાં છેઃ “સત્ ત્રિફળમ” ૧, ર૧. આ ત્રણે દિગંબરીય સૂત્રપાઠમાંનાં સૂત્રે કુંદકુંદના “પંચાસ્તિકાયની નીચેની પ્રાકૃત ગાથામાં પૂર્ણપણે વિવામાન છેઃ
"दव्वं सलक्खणिय उप्पादव्वयधुवत्तसंजुत्त । गुणपज्जयासयं वा जं तं भण्णति सव्वण्हू" ॥१०॥
આ ઉપરાંત કુંદકુંદના પ્રસિદ્ધ ગ્રંથ સાથે તત્વાર્થસૂત્રોનું જે શાબ્દિક અને વસ્તુગત મહત્ત્વનું સાદસ્ય છે, તે આકસ્મિક તો નથી જ, 1 . ઉપલબ્ધ વેગસુત્રના રચયિતા પતંજલિ મનાય છે. વ્યાકરણ મહાભાષ્યના કતી પત જલિ જ પેગસૂત્રકાર છે કે બીજા કેઈ પતંજલિ, એ વિષે આજે કાંઈ નિશ્ચય નથી. જે મહાભાષ્યકાર અને રોગસૂત્રકાર પતંજલિ એક હય, તે ચોગ વિક્રમની પૂર્વે પહેલા બીજા સૈકાના છે, એમ કહી શકાય. ગસુત્રનું વ્યાસભાષ્ય ક્યારનું છે, તે પણ નિશ્ચિત નથી; છતાં વિક્રમના ત્રીજા સૈકાથી પ્રાચીન હોય એમ માનવાને કારણ નથી.
યેગસુત્રો અને તેમના ભાષ્ય સાથે તત્વાર્થનાં સૂત્રે અને તેમના ભાષ્યનું શાબ્દિક તેમજ આર્થિક સાદસ્ય ઘણું છે અને આકર્ષક પણ છે; છતાં એ બેમાંથી કેઈ એક ઉપર
૧. આના વિશેષ વિસ્તાર માટે જુઓ મારુ લખેલું હિન્દી ‘ચોગદર્શન, પ્રસ્તાવના પુત્ર પર થી.