________________
૧૪
દશમા દ્રવ્ય તરીકે સિદ્ધ થાય છે.
૯
નૈયાયિક : અંધકારનો ભલે ૯ દ્રવ્યોમાં સમાવેશ ન હો... પરંતુ અંધકારને તેજના અભાવસ્વરૂપ માની લેવાથી તેનો, અભાવ નામના પદાર્થમાં જ સમાવેશ થઈ જાય છે તેથી તેની અતિરિક્ત દ્રવ્ય તરીકે કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી.
-
મીમાંસક : તમારું વચન યુક્તિયુક્ત નથી. કારણ કે અહીં વિનિગમનાનો વિરહ છે એક પક્ષને સાધના૨ી યુક્તિનો અભાવ છે. તેથી અંધકારને તેજના અભાવસ્વરૂપ માનવા કરતાં તેજ જ અંધકારના અભાવ સ્વરૂપ થાઓ.......
નૈયાયિક : ભલા ભાઈ! અમારી પાસે વિનિગમના છે = સચોટ ઉપાય છે. જો તેજને અંધકારના અભાવસ્વરૂપ માનીશું તો સર્વને અનુભવમાં આવનારો ઉષ્ણસ્પર્શરૂપ જે ગુણ છે તેનો આશ્રય કયું દ્રવ્ય થશે? (અંધકારના અભાવરૂપ તેજ તો ઉષ્ણસ્પર્શનો આશ્રય બની ન શકે કારણ કે અભાવમાં કોઈ પણ ગુણ રહેતો નથી.) માટે ઉષ્ણસ્પર્શના આશ્રયભૂત કોઈ બીજા દ્રવ્યની કલ્પના કરવી પડશે. આમ માનવાથી ગૌરવ થશે. તેથી ઉષ્ણસ્પર્શ સ્વરૂપ ગુણના અધિકરણ તરીકે તેજ જ દ્રવ્ય છે. એમ સિદ્ધ થયું. (વળી તમને તેજના અભાવ સ્વરૂપ ન માનીએ અને દશમું અતિરિક્ત દ્રવ્ય માનીએ તો તમસ્ દ્રવ્યના અનંતા અવયવો, તેના અનંતા પ્રાગભાવ, અનંતા ધ્વંસ વગેરે માનવા પડશે તેમાં મહાગૌરવ છે. માટે તમસ્ને અભાવ સ્વરૂપ જ માનવું જોઈએ.)
મીમાંસક : તમારી વાત બરાબર છે. પરંતુ તેજના અભાવસ્વરૂપ અંધકારને માનશો તો અંધકારમાં તો ગુણ અને ક્રિયાની પ્રતીતિ થાય છે જ્યારે અભાવ તો ગુણ અને ક્રિયાથી રહિત છે.
નૈયાયિક અંધકારમાં નીલરૂપ અને ક્રિયાની જે પ્રતીતિ થાય છે તે ભ્રમ જ છે કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે દીવો લઈને જાય છે ત્યારે ‘અંધકાર ચાલે છે’ એવું જે જ્ઞાન થાય છે તે અંધકારના અપસરણથી નથી થતું પરંતુ દીવાને લઈ જવારૂપ ક્રિયાનું ભાન અંધકારમાં થાય છે.
વિશેષાર્થ :
મીમાંસક ઃ દોરી દૂર પડી હોય તો એમાં સર્પની ભ્રાન્તિ થાય છે પરંતુ સમીપમાં રહેલી દોરીમાં સર્પની ભ્રાન્તિ થતી નથી. જ્યારે ‘નીતં તમશ્ચત્તુતિ' આવી અંધકારની પ્રતીતિ તો સર્વજન સિદ્ધ છે. તો પછી આને ભ્રાન્તિ કેવી રીતે કહી શકાય?
નૈયાયિક ઃ ભ્રાન્તિ બે પ્રકારની હોય છે. નિરુપાધિક અને સોપાધિક (૧) રજ્જુમાં સર્પનું જ્ઞાન નિરુપાધિક છે કારણ કે સર્પમાં જે ગુણ અને ક્રિયા છે તેનું રજ્જુમાં આધાન થતું નથી. એવી જ રીતે શુક્તિમાં રજતનો ભ્રમ પણ સમજવો. આ નિરુપાધિક ભ્રમ એ જનસાધારણ નથી. (૨) ‘સ્વક્ષમીપતિવવાર્થે સ્વસ્થ મુળસ્થાધાનું જોતિ તાદ્દશઃ પાર્થ પાધિ:’ અર્થાત્ પોતાની સમીપમાં રહેલા પદાર્થમાં પોતાના ગુણોનું જે આધાન કરે છે તે પદાર્થ ઉપાધિ કહેવાય છે. અને તે ઉપાધિથી જનિત ભ્રમને સોપાધિક કહેવાય છે. આ ભ્રમ સર્વજનસાધારણ જેમ જપાકુસુમરૂપી ઉપાધિ દ્વારા બધી જ વ્યક્તિને સ્ફટિકની રક્તત્વેન પ્રતીતિ
← P.13 '63