________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. ત્યાંના લોકો આધિ, વ્યાધિથી મુકાયેલાં હોય તેમ ધનાઢય અને સ્વસ્થ હતાં. મનુષ્યની વસ્તી તેમજ લક્ષ્મીના સમૂહથી તે શહેર ભરપૂર હતું.
તે શહેરમાં જિનેશ્વરની આજ્ઞા પાળનાર, તેમના કહેલ તત્વમાં પ્રવીણ, અને ધર્મના કાર્યમાં આગેવાનીમે ભાગ લેનાર વર્ધમાન નામને રોકી રહેતો હતો. તેને ધર્મરૂપ ધનમાં અત્યંત પ્રતિવાળી ધનવતી નામની પત્ની હતી. વિનય, નમ્રતા, શિયળ, સત્ય, સરલતા અને સંપાદિ ઉત્તમ ગુણએ કરી, તેણીએ પોતાના પતિનું મન સ્વાધીન કરી લીધું હતું. “ખરેખર આ ગુણો સિવાય પતિને સ્વાધીત કરવાનું બીજું વશીકરણ શું હોઈ શકે ? ”
સંસારવાસના ફળરૂપ આ દંપતીને કાળાંતરે એક પુત્ર પુત્રોની પ્રાપ્તિ થઈ. “સુશિક્ષિત અને અશિક્ષિત, સદગુણી અને દુર્ગણી માતા પિતાના ગુણોને વાર તેમના સંતાનમાં ઉતર છે.” આ કહેવત
આ બને બાળકના સંબંધમાં સત્ય કરી હતી. કેમકે તે બંને બાળકો સણી હતાં. સદ્ગણી માતા, પિતાઓ હોવા છતાં બાળકોને જેવા સહવાસમાં રાખવામાં આવે છે તેને પણ ગુણ અવગુણની અસર તે બાળકો ઉપર થાય છે. “સોબત તેવી અસર '' આ કહેવત પ્રમાણે ઘણી વાર બને છે. તેમજ કુમળી વયનાં બાળકો ઉપર ગુણ અવગુણની અસર તત્કાળ થતી અનુભવાય છે, માટે બાળકના પાળકો પણ સદ્ગુણ જ હોવા જોઈએ.
આ વાત તે બુદ્ધિમાન કોકીથી તેમજ તેમનાં પત્નીથી અજાણી ન દેવાથી ગુણવાન પાળકની દેખરેખ નીચે તે બાળકોને ઉછેરવામાં આવ્યાં હતાં અને દુર્ગુણ બાળકોના સહવાસથી તેમને દૂર રાખવામાં આવ્યાં હતાં. ટેકામાં કહીએ તો બન્ને બાળકને કેળવવામાં તે દંપતીએ ઘણો સારો પ્રયત્ન કર્યો હતો અને તેમના પ્રયત્નના પ્રમાણમાં તે બંને બાળક સદ્દગુણી બન્યાં હતાં.
For Private and Personal Use Only