________________
૩૯
આપણા પ્રેમીનું આપણે અનાયાસે ચિંતન કરીએ છીએ. ... १६-आपणा प्रेमीनुं आपणे अनायासे चिंतन करीए छीए.
જેનું મનુષ્ય સૌથી અધિક ચિંતન કરે છે, તેના જેવો જ તે કમે ક્રમે થાય છે, એ નિયમને ગયા અંકમાં આપણે વર્ણવ્યો હતો, અને તે વર્ણવીને એ સિદ્ધ કર્યું હતું કે, જે સ્થિતિની આપણને ઈચ્છા હોય, તે સ્થિતિનું સૌથી અધિક ચિંતન કરવું, અને તે સ્થિતિના સ્વરૂપને અંતઃકરણમાં આરૂઢ રાખવું. એ તે ઈઝેલી સ્થિતિને પ્રાપ્ત કરવાને ઉપાય છે.
પરંતુ આ ઉપાય જાણ્યા પછી, ઇશ્કેલી સ્થિતિનું સૌથી અધિક ચિંતન થાય, એટલા માટે આપણે શું કરવું, એ પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નનું સમાધાન આજના વિષયમાં આપવા પ્રયત્ન કરીએ છીએ.
ઇશ્કેલી વસ્તુનું અધિક ચિંતન કરવાને-અર્થાત ધારેલી દિશામાં જ મનના વિચારોને અખંડિતપણે વહેવડાવ્યા કરવાને સહેલામાં સહેલે ઉપાય પ્રેમ છે. જેના ઉપર આપણે અત્યંત પ્રેમ પ્રકટે છે, તેના વિચારે વગર પ્રયને આપણા મનમાં આખો દિવસ ચાલ્યા જ કરે છે. આમ હોવાથી જે આપણે ઉચ્ચ અને વિશુદ્ધ વસ્તુઓ અને ગુણે ઉપર અત્યંત પ્રેમ પ્રકટાવીએ, તો સ્વભાવથીજ આપણું મન તે ઉચ્ચ વસ્તુઓ અને ગુણેનું ચિંતન કર્યા કરવાનું, અને તેમ થતાં અનાયાસે આપણે વિશુદ્ધ અને ઉચ્ચ થવાના.
જે આપણને મહાવિદ્વાન થવાની ઈચ્છા હોય, જે અસાધારણ પ્રતિભાસંપન્ન થવાની આપણી વૃત્તિ હોય, તે વિદ્યા ઉપર અને પ્રતિભા ઉપર આપણે અસાધારણ પ્રેમ પ્રકટાવવો જોઈએ. આ પ્રેમ જે આપણું અંત:કરણમાં નથી હોતો તે ગમે તેવાં મહાવિદ્યાલયમાં આપણે અભ્યાસ કરતા હોઈએ અને આપણા શિક્ષાગુરુઓ ગમે તેવા વિશ્વવિખ્યાત હય, તોપણ આપણે વિદ્યાવિહીનજ રહીએ છીએ, અને આપણે કદી પણ અસાધારણ પ્રતિભાસંપન્ન થતા નથી. વિદ્વાન થવાનાં અસંખ્ય સાધને છતાં શ્રીમંત અને નૃપતિઓના કુમારે ઘણે પ્રસંગે મૂર્ખ રહે છે, અને સાધનવિનાના રંક મનુષ્યોને પુત્ર ભૂમંડળના અલંકારરૂપ થાય છે, તેનું કારણ આ પ્રેમ જ છે.
સદ્દગુણો ઉપર પ્રેમ રાખનાર મનુષ્યજ સદ્દગુણું થાય છે. જેમને સદ્દગુણ ઉપર પ્રેમ પ્રકટેલો હેતો નથી, તેવા મનુષ્યને ગમે તેટલું નીતિનું શિક્ષણ આપવામાં આવ્યું હોય છે, તો પણ તે નિષ્ફળ જ જાય છે. સગુણપ્રતિ પ્રેમ પ્રકટયા વિના મનુષ્ય શુદ્ધ વર્તનવાળે કદી પણ થઈ શકતો નથી. આથી જ ઘણુ બુદ્ધિવાન અને વિદ્વાન મનુષ્યો પણ સઘળું સમજતાં છતાં પોતાના દુષ્ટાચારને ત્યજી શકેલા હોતા નથી.
ઘણા દુરાચારી અને વ્યસની મનુષ્ય પોતાના દુરાચાર તથા દુષ્ટ વ્યસન ત્યજવાની ઈચ્છા બતાવે છે ખરા, પણ તેમની તે ઈચ્છા નામની–ઉપરટપકેની–જ હોય છે. સદાચાર ઉપર તેમને ખરો પ્રેમ પ્રકટેલો હોતો જ નથી. તેમના હદયમાં અત્યંત પ્રીતિને વિષય તો તેમને દુરાચારજ હેય છે. દુરાચાર કરતાં સદાચાર ઉપર જે ક્ષણે તેમને અત્યંત પ્રેમ પ્રગટે છે, તે ક્ષણથી તેમનું દુષ્ટાચરણ છૂટી ગયા વિના રહેતું જ નથી. આથી હું મારો દુરાચાર અથવા દુર્વ્યસન છોડવા ઘણેએ મથું છું, પણ તે છૂટતું નથી, એમ જેઓ કહે છે, તેઓ સદાચાર ઉપર અને નિર્વ્યસન ઉપર તેમને દુરાચાર અને દુર્વ્યસન કરતાં ઘણુંજ ન્યૂન પ્રીતિ છે, એજ સૂચવે છે.
ઘણું મનુષ્ય કહે છે કે, અમને આખો દિવસ પરમેશ્વરની ભક્તિ કરવાનું તથા સાધન સાધવાનું બહુજ મન છે; પણ તે અમારાથી આ વળગેલી ઉપાધિની લાહ્યથી થતું નથી. શું તેમનું આ કહેવું સાચું છે? સાચું ખરું, પણ માત્ર સેએ પાંચ ટકા, અથવા દશ ટકાજ. જેમને તેઓ ઉપાધિની લાહ્ય કહે છે અને જે તેમને જરા પણ ગમતી નથી, એવું તેઓ માને છે અને મનાવે છે, તે ઉપાધિની લાહ્ય ઉપર વસ્તુતઃ તેમને પરમેશ્વર અને સાધના કરતાં વધારે પ્રેમ હોય છે. જે તેઓ દિવસના ચોવીસે કલાક ઉપાધિમાં ડૂબેલા હોય છે તો ઉપાધિને ભલે તેઓ મુખથી વડતા હોય તથાપિ તેમને તેના ઉપર સોએ સો ટકા પ્રેમ હોય છે, અને પરમેશ્વરમાં શૂન્ય ટકા પ્રેમ હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com