________________
ચામડી મારફતે જોવા વિવે
નેપોલિયનની ત્રુટિઓ નેપેલિયનની મોટી ખામી તે એ કે, કાન્સ સિવાય બીજા દેશોની રાજ્યવ્યવસ્થા કેમ કરવી તે એ નહોતો જાણતો. ફ્રાન્સમાં કરેલી એની વ્યવસ્થા ખરેખર અદ્દભુત હતી. કાન્સપૂરતી એની દેશકાળની માહિતી વિસ્મય પમાડે એવી હતી; ધાર્મિક ઝઘડા એણે પતાવ્યા; ખેડુતોને એણે શાંત કર્યા, કાયદાને એણે નિશ્ચિત રૂપ આપ્યું; અને પોતાની પાછળ એક નમુનેદાર રાજયબંધારણ મૂકી ગયે, કે જે બંધારણને હજુ કાળના હાથનાં ધાબાં નથી લાગ્યાં.
પણ કાન્સની બહાર એણે શું કર્યું? નૌકાશાસ્ત્રનું એનું જ્ઞાન કેટલું ખામીભરેલું ?
ઇંગ્લંડ, સ્પેન અને રશિયાના પ્રજાવિષે એની ગણત્રી અધુરી હતી. પોતે ઈટાલિયન છતાં પપ સાથે ઝઘડ્યો. એની જુલ્મી રાજ્યપદ્ધતિના પ્રત્યાઘાતરૂપે પ્રશિયાને જન્મ થયો. વોટરલૂમાં એ હાર્યો તે વરસાદને લીધે નહિ; પણ પેનીનયુલર યુદ્ધના બેધપાઠને એણે ઉપયોગ ન કર્યો તેને લીધે. કોઈ માનસશાસ્ત્રી આ ટીકાને અસંબદ્ધ ગણશે; પણ નેપોલિયનની રાજધારી મહત્તાનું માપ કાઢવા માટે આ બધી વસ્તુને વિચાર આવશ્યક છે.
નેપોલિયનના આત્મવૃત્તાંતનું એક પાનું “હું નાનો હતો ત્યારે ખૂબ જક્કી હતું. મને કશાનોય ભય ન મળે. હું કજીઆળે અને તોફાની હતો. કોઈ મને ડરાવી ન શકતું. કેઈને લાત મારૂં, કોઈને ઉઝરડા ભરૂં; છેવટે બધાં મારાથી ત્રાસવા લાગ્યાં. સૌથી વધારે મારા ભાઈ જેસફને સહન કરવું પડતું. હું એને મારી લેતો. મારે માર ખાવા છતાં મારી બાને ઠપકો પણ એને જ ખાવાને રહેતો. હું ભારે લુચા. હતો. માર મારીને એકદમ બા પાસે જોસફ વિરુદ્ધ ફરિયાદ કરવા હાજર થઈ જતો. હું જે કે જંગલી અને છૂટો થઈ ગયો હતો તે પણ મારી બાની આણ હું માનતે. મને કોઈ જાતનો વિજય મળ્યું હોય અથવા હું કેઈનું કલ્યાણ કરી શકો હેઉં તો તેને યશ મારી માતાના સદ્દગુણે અને ઉંચા સિદ્ધાંતને ઘટે છે. હું નિ:શંક માનું છું કે, બાળકના ભવિષ્યની વિધાત્રી એની માતા છે,
“પિતાની માતૃભૂમિ દરેકને પ્રિય હોય છે. મને પણ કોર્સિક અત્યંત પ્રિય છે. મારી માતૃભૂમિ, ' હું બંધ આંખે એની રજની સુગંધ ઉપરથી વતી કાઢું. એનાં સંસ્મરણો આપે મને મુગ્ધ કરે છે; અને મને ભ્રમણ થઈ આવે છે કે, મારી માતૃભૂમિમાં અત્યારે હું મારું બાલ પણ ખેલી રહ્યો છું.”
નેપૅલિયન જ્યારે સેંટ હેલીનામાં કેદી હતો તે વખતે તેના અંતરમાં ઉઠેલાં આ એનાં બાલપણનાં સંસ્મરણો છે. અસંખ્ય પુસ્તકોએ નેપોલિયનના જીવન ઉપર જે પ્રકાશ નથી પાડયા તે પ્રકાશ આ થડા શબ્દો પાડી શકે છે. (તા. ૨-૩-૧૯૨૯ના દૈનિક “હિંદુસ્તાનમાં લેખક–રાઈટ એન. એચ.એ. એલ. ફિશર)
१७२-चामडी मारफते जोवा विषे ફાંસના એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જીન લેડી'એ સાંભળ્યું હતું કે, કોઈ કોઈ પુણ્ય યા સ્ત્રી તેમની આંખે પાટા બાંધવા છતાં પણ જોઈ શકે છે; પરંતુ તેણે જેટલી જેટલી પરીક્ષા કરી તે સૌમાં તે અસફળ થયે-અર્થાત તેને એક પણ એવો પુરુષ કે એવી સ્ત્રી ન મળી કે જે તેની આંખે પાટા બાંધવા છતાં પણ જોઈ શકતી હાય.
તેથી જ્યારે તેણે વર્તમાનપત્રોમાં પેરીસની એક સ્ત્રીવિષે વાંચ્યું કે, તે આંખે પાટા બાંધવ છતાં પણ પોતાની ચામડીથી જઈ શકે છે, ત્યારે તેને વિશ્વાસ ન આવ્યું. ડૉકટરોએ પણ તે સ્ત્રીની પરીક્ષા કરી અને તેમણે પણ જણાવ્યું કે, ખરેખર તે સ્ત્રી આંખે પાટા બાંધવા છતાં પણ જોઈ શકે છે. “લેડી’એ પતે તે સ્ત્રીની પરીક્ષા કરવાની ઈચ્છા જણાવી અને તેને રજા પણ મળી.
તેણે તે સ્ત્રીની આંખોને ઘણું સાવધાનીથી બાંધી. ત્યારપછી તે એક અંધારા ઓરડામાં ગયો અને એક પુસ્તકની વચમાંથી એક પાનું ફાડી લીધું. તેણે પોતે પણ તે પાનું જોયું નહિ; કારણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com