________________
શક્તિની ઉપાસનાની જરૂર-સાધુ વસવાણીના સંદેશા
१७६ -- शक्तिनी उपासनानी जरूर - साधु वसवाणीनो संदेशो
૩૮૧
સાધુ વસવાણીએ બિહારના વિદ્યાર્થી એની પરિષદના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષણને સાર નીચે પ્રમાણે છે:-~~
તમે આજે તમારા પ્રમુખસ્થાન માટે એવા માણસને પસંદ કર્યો છે કે જેને એકાંતતા ને નીરવતા પ્રિય છે. હું માંનુ છું કે, ચુપકીદી–નીરવતા એ પણ તાકાત છે. હિંદની ભાવી પ્રજા પરિષદે અને ધારાસભાએના કાગળ પરના ઠરાવેાને લીધે તૈયાર થવાની નથી; પરંતુ તમારા વિદ્યાથી એમાંના કેટલાકની શાંત-ચૂપ અને ગંભીર પ્રતિજ્ઞાથીજ હિંદની ભાવી પ્રજા તૈયાર થશે.
ભાગ્યવિધાતા
યુવાનેાજ જગતના ભાગ્યવિધાતા છે. ઐક્ય થયેલા ઈટાલીનેા ઉદ્ઘાર કરવાને મુસાલિની અને તેના ફૅસિસ્ટા આવ્યા ત્યાર પહેલાં તેનાં મૂળ તે! મેઝિની અને ગેરિખાલ્ડીના જીવાનસાથીએએ નાખી દીધાં હતાં. જ્યારે જગતને ઉદ્ધાર કરવાની ભીષણ પ્રતિજ્ઞા લઈ ભગવાન મુદ્દે અને ભગવાન શંકરાચાયે ગૃહત્યાગ કર્યો, ત્યારે તે પણ યુવાનજ હતા. દુનિયાના ઇતિહાસ સાક્ષી પૂરે છે કે, જગતને ઉદ્ધારનાર અને સંસ્કૃતિના રક્ષણુહાર યુવાને છે.
આજ વિશ્વાસથી અને આજ આશાથી હરદ્વાર ખાતે ભારતયુવક સંધની સ્થાપના કરવામાં આવી છે. આ સંધ કાઇ પણ જાતના, રંગના કે કામના ભેદને માનતા નથી. આ સંધને મંત્ર માત્ર એકજ છે અને તે ‘ શક્તિ' છે. આજે હિંદની પ્રજાને જો કાઈ અનિવાય જરૂર હૈાય તે તે શક્તિની છે-બળની છે. હિંદના જીવાનેાને મારી એકજ વિનતિ છે કે, બળવાન થાઓ. જીવાના ! તમે ભૂતકાળની મહાન સંસ્કૃતિથી પેાષાયેલા છે. વિજ્ઞાનના તમે માલીક છે અને ભવિષ્યના વિધાતા થવાનું તમારૂં ભાગ્ય સર્જાયેલુ છે. આજે પૂર્વ અને પશ્ચિમ એવા ભાગ્યવિધાતા માંગે છે કે જે માનવેાને યુદ્ધની ભીષણ આગમાંથી-ઔદ્યોગિક લૂંટના ભૂતાવળમાંથી ખચાવે અને વિશ્વવ્યાપી બન્ધુતાની સંસ્કૃતિની સ્થાપના કરે.
પશ્ચિમનું આંધળું અનુકરણ કરશે નહિ, પરંતુ શક્તિ મેળવો; કારણ કે સાચું સ્વરાજ શક્તિમાંથી જન્મ પામે છે-અનુકરણમાંથી નહિ.
યુવાનાના આદશ
હિંદના યુવાનેાની ચળવળ એવી હાવી જોઇએ કે જેમાં હિંદના આદર્શોના પડઘા પડતે હાય. વળી શક્તિ એજ ધર્મ છે અને તેથી રાષ્ટ્રવાદને નામે ધર્મોના નાશ કરવાને બદલે રાષ્ટ્રવાદને તમારા ધર્મનું એક અંગ ખનાવી દે; અને જો તમારા રાષ્ટ્રવાદ વધારે પવિત્ર–વધારે ઉમદા આત્મવાન અને વધારે બળવાન થશે, અને કૃષ્ણ ભગવાને કહ્યું છે તેમ નિષ્કામવૃત્તિથી જ્યારે આપણે રાષ્ટ્રવાદનુ પાલન કરીશું ત્યારે હિંદના રાષ્ટ્રવાદ અજિત થશે અને દુનિયાની કાઇ પણ શક્તિ તેને વિરેાધ કરી નહિ શકે. માટે નિષ્કામ સેવાને મંત્ર લઇને તમે ગામડાંઓમાં ખેડુતેા પાસે જાવ. કારણ કે સાચું હિંદુ આજે ગામડાંએમાંજ વસે છે. પ્રજાને ઉદ્દાર અને પુનર્રચના મૂળમાંથીજ થવી જોઇએ. આજ ગામડાંઓમાં ભૂખમરા, ગરીબાઇ અને અજ્ઞાનતા પ્રજાનેા નાશ કરી રહ્યાં છે. તેમનું રક્ષણ કરવું તે હિંદનું રક્ષણ કરવા ખરેાબર છે. તેમને ઉહાર કરવા તે હિંદના ઉદ્ધાર કરવા ખરેાબર છે.
(દૈનિક “હિંદુસ્થાન”માંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com