Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 397
________________ જૈન સમાજનો ચળકતો સીતારો ૩૮૮ રિપોર્ટ સામે દવાખાનામાં રહેતા ઊંટર મી. હોર્મસજીએ પિતા પાસે નજરે જોઈ લખ્યો અને સવારે જ ત્યાંના એડમિનિસ્ટ્રેટર મી મેજર સ્ટ્રોંગને મોકલ્યો. મેજર સ્ટંગ આ વાંચી ઘણો ખુશ થો અને સંસ્થામાં મહારાજશ્રીને મળ્યો અને સહસ્રશઃ ધન્યવાદ આપી જણાવ્યું કે, પાલિતાણા સ્ટેટ આપની સેવાનું સદા ઋણી રહેશે. આપને કાંઈ પણ કામ હોય તે મને ફરમાવજે. આમ કહી મહારાજશ્રીનો ફોટો લઈ વિદાય થયા. મહારાજ શ્રીના જીવનની આ એક અમૂલ્ય તક હતી અને એ દયામૃતિએ એ તકનો લાભ લઈ પોતાની માનવસેવાનો સચોટ દાખલો જનતા સન્મુખ મૂક્યો છે. મનુષ્ય ઘણી વાર આખા જીવનમાં એકાદુ કાર્ય એવું સુંદર કરે છે કે જેથી તે સદા અમર અને બીજાને દૃષ્ટાંતરૂપ બને છે. મહારાજશ્રીને ધીમે ધીમે પરિચય વધ્યો. તે એટલે સુધી કે મેજર સ્ટ્રોંગ મહારાજશ્રીને પોતાના ગુરુતરીકેનું માન આપતો. આ વખતે સંસ્થા જે મકાનમાં હતી તે મકાન સ્ટેટના તાબે જતાં તે ખાલી કરવાનો પ્રસંગ આવ્યો. મહારાજશ્રીએ મેજર સ્ટ્રોંગને બધી વાત કરી. મેજર સ્ટ્રોગે ખુશી થઇ જણાવ્યું કે, સંસ્થાને માટે આપ ગમે ત્યાં જમીન પસંદ કરો. સંસ્થાને તદ્દન ઓછામાં ઓછા દરે આપીશ. અત્યારે જ્યાં એક હાથ જમીન મેળવતાં મુશ્કેલીઓ વેઠવી પડે છે. અરે, તે વખતે પણ એક હાથ જમીન મેળવવાના સાંસા હતા ત્યાં મહારાજશ્રીએ સંસ્થા માટે પાંચ વીઘાં જમીન મેળવી આપી અને સંસ્થાએ ત્યાંજ મેજર સ્ટ્રોંગના હાથે પાયો નંખાવી મહાન ગુરુકુળ થાય એજ ભાવનાથી સુંદર મકાન સંસ્થાએ ઉભું કર્યું. . ગુરુકુળ ગુર્દેવની ભાવના હતી કે, આ સંસ્થા મહાન ગુરુકુળ થાય તે સારૂં. સમાજને ગુરુકુળની ખાસ જરૂર છે; પરંતુ જેમ દરેકને ભરતી-ઓટ આવે છે તેમ આ મહાન સંસ્થા માટે પણ બન્યું. સંસ્થાના આત્મા મહારાજશ્રીએ કચ્છ તરફ વિહાર કર્યો અને પાછળથી ગુરુકુળ ઉપર એવું ઘનઘોર વિધવાદળ ચઢી આવ્યું કે જેથી સંસ્થાને પાયે હચમચી ગયો. મહારાજશ્રી કરમાંથી પોતાના બે નાતન શિષ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી અને મુનિ મહારાજશ્રી જ્ઞાનવિજયજીસહ મોટા મોટા વિહાર કરી જલદી પાલિતાણે આવ્યા. સંસ્થાની દીન હાલત જોઈ તેમના હૃદયમાં કારી ઘા થયો. જેમ માબાપ બાળકને પાળી પછી મેટ કરે, તેમ આ સંસ્થાને ઉન્નતિના શિખરે મહાલતી મૂકી ગયા હતા, તેને જ ગિરિકંદરામાં પડેલી જોઈ દુઃખ થાય તેમાં નવાઈ - જેવું નથી; પરંતુ હિંમત ન હારતાં ધીરજથી સંસ્થાનું મકાન પિતાના હાથમાં લઈ સંસ્થાને પદ્ધતિસર મૂકી અને પૂર્વની પદ્ધતિએ તેનું કામ સરળતાથી ચાલવા માંડયું. ત્યાંજ ધર્મામા ભાઈ જીવણચંદ ધર્મચંદ મહારાજશ્રીને મળ્યા અને ગુરુકુળ સંબંધી વાતચીત થઈ. અંતે મહારાજશ્રીના કહેવાથી અને આચાર્ય શ્રી વિજયકમળ સુરીજી તથા વેગનિક આચાર્યશ્રી બુદ્ધસાગર સુરીજીની કિંમતી પ્રેરણાથી સંસ્થાનું સુકાન પિતાના હાથમાં લીધું અને મહારાજશ્રીની ઈચ્છાનુસાર સંસ્થાનું નામ “શ્રીયશોવિજયજી જન ગુરુકુળ” રાખ્યું. જેમાં અત્યારે ૧૦૬ બ્રહ્મચારી જૈન વિદ્યાર્થીઓ - ભણે છે. શ્રી સિદ્ધગિરિની છાયામાં આ ગુરુકુળ દિનપરદિન નિતિના શિખરે ચઢતું જાય છે. શ્રી વીરધર્મની ઉદ્ઘેષણ કરતું, તેના સંસ્થાપક મહાત્મા પરમ ગુરુદેવના આત્મા સમું નિર્મળ, શ્રી ગિરિરાજની છાયામાં અજોડ અને એકાકીપણે ઉભું ઉભું શાન્તિથી મૂંગે મોઢે આહંત ભકતો તૈયાર કરી રહ્યું છે અને સમાજમાં કોઈ અનેરી ભાત પાડી રહ્યું છે. તેમની ઉપદેશશક્તિ તેમનામાં અસાધારણ ઉપદેશક શક્તિ હતી. સુંદર મેહક વાણીથી જ્યારે તેઓ ઉપદેશ આપતા ત્યારે શ્રોતાઓ મુગ્ધ થઈ જતા. ગમે તેવા કૃપણ મનુષ્યને પણ બોધ આપી ગુરુકુળને મદદ અપાવતા. આ સિવાય અનેક જનેતર વિદ્વાને તેમના પરિચયમાં આવી જૈનદર્શનના સિદ્ધાંતો સમજ્યા હતા. લાકડીયાનરેશ, માળીયાનરેશ, મેજર ઑગ, અંગીયાના બાવાજી, ડૅ. પદમશીભાઈ, સુ. નાથાભાઈ તથા ભાવનગરના મરહુમ મહારાજાના મામા શ્રી. કનુભાઈ આદિ -અનેક પ્રતિષ્ઠિત જૈનેતર તથા રાજાઓને ઉપદેશ આપી જૈન ધર્મના સિદ્ધાંતમાં રસ લેતા કર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416