Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 403
________________ v/ સાહિત્યસેવા વિષે જાણવા જેવા વિચારે १८०-साहित्यसेवा विषे जाणवा जेवा विचारो સાહિત્ય એ સાધન છે, સાધ્ય નથી હું સાહિત્યસેવી નથી, સાહિત્યોપાસક પણ નથી, સાહિત્યપ્રેમી જરૂર છું. મેં સાહિત્યને આસ્વાદ લીધે છે, એની અસર મારા પર થઇ છે. મેં જોયું છે કે, સાહિત્ય બુદ્ધિને પ્રગલ્મ કરે છે, લાગણીઓને સૂક્ષ્મ બનાવે છે, અનુભવને પીંછને વિશદ કરે છે, ધર્મબુદ્ધિને જાગ્રત કરે છે, હદયની વેદના વ્યક્ત કરે છે, સમભાવ કેળવે છે અને આનંદને સ્થાયી કરે છે. એટલે સાહિત્ય પ્રત્યે મારા મનમાં આદર છે; પણ મેં મારી નિશા સાહિત્યને અર્પણ કરી નથી, સાહિત્યને હું મારી ઈષ્ટદેવતા ગણતા નથી. સાહિત્યને સાધન તરીકે જ સ્વીકારું છું; અને એ સાધન તરીકે જ રહે એમ–મને માફ કરશે તે કહું કે–ઈચ્છું પણ છું. તુલસીદાસના મનમાં હનુમાન પ્રત્યે આદર, હતો, પણ એની નિષ્ઠા તે શ્રી રામચંદ્ર પ્રત્યેજ હતી. તેવી રીતે આપણું ઉપાસના જીવનનીજ હોય. સાહિત્ય એ જીવનરૂપી પ્રભુની સેવા કરનાર અને નિષ્ઠ ભક્તને ઠેકાણે શોભે. છતાં એ જ્યારે પોતાની જ ઉપાસના શરૂ કરે છે, ત્યારે એ પોતાના ધર્મ ભૂલી જાય છે. માણસ પિતાના જ સુખનો વિચાર કરે, પિતાની જ સગવડો શોધવા પાછળ પિતાની બુદ્ધિ ખચી નાખે અને પિતાના આનંદમાંજ પોતે રમમાણ થાય ત્યારે જેમ તેને જીવનવિકાસ અટકે છે અને તેનામાં વિકૃતિ પેદા થાય છે, તેવી રીતે સાહિત્યનું પણ છે. સાહિત્યને ખાતર સાહિત્ય જ્યારે પેદા થાય છે, એટલે કે લોકે જ્યારે સાહિત્યની કેવળ સાહિત્ય તરીકે જ ઉપાસના કરે છે, ત્યારે શરૂઆતમાં, તો એ બધું રૂપાળું થાય છે–વધારે આકર્ષક થાય છે. એની જૂની પુણ્યાઇ ખૂટે નહિ ત્યાં સુધી એને ભારે વિકાસ થતો હોય એમ પણ લાગે, પણ એ નિ:સત્વ થતું જાય છે. સાહિત્યને એનું પિષણ સાહિત્યમાંથી નહિ પણ જીવનમાંથી, માણસના પુરુષાર્થમાંથી મળવું જોઈએ. સાહિત્યમાંથી જ પિષણ મેળવનાર સાહિત્ય કૃત્રિમ છે, તે આપણને આગળ ન લઈ જઈ શકે. સાહિત્ય એટલે શું ? એવા કંઈક સંકુચિત અથવા આકરા-વિચાર ધરાવતા હોવાથી કેવળ સાહિત્યના ઉપાસકેથી હું ડરું છું. તેમને દેવ જૂદ છે, મારો દેવ જૂદો છે; પણ સાહિત્યોપાસક બહુ ઉદાર છે. હું સાહિત્યોપાસક નથી, છતાં તેઓ સ્વીકારે છે. “મવિધિપૂર્વકૂ ભલે હોય, પણ હું સાહિત્યની જ ઉપાસના કરું છું, કેમકે હું “શ્રદ્ધયાન્વિત છું એટલેજ સાહિત્ય વિષેના મારા કેટલાક વિચારે આપની સમક્ષ રજુ કરવાની ધષ્ટતા કરું છું. આ૫ સૌની ઉદારતાપર મારો વિશ્વાસ છે. માણસના વિચારો, ભાવનાઓ, લાગણીઓ અથવા લાગણીપ્રધાન અનુભવ બીજા આગળ અસરકારક રીતે વ્યક્ત કરવાની શક્તિ જે વસ્તુમાં છે તે સાહિત્ય, એ મારા પૂરતી સાહિત્યની વ્યાખ્યા છે. તાકિ કે એક ક્ષણમાં એને પીંખી શકે એમ છે, એ હું જાણું છું, પણ અપૂર્ણ માણસે કરેલી વ્યાખ્યાઓ અપૂર્ણ હોય તો એમાં નવાઈ શી ? જેનામાં લાગણીઓ પર અનાયાસે અસર પાડવાની શક્તિ છે તે સાહિત્ય. ચેપીપણું સાહિત્યને પ્રધાન ગુણ છે. સાહિત્યની શુદ્ધિ એ અસર સારી પણ હોય અને નઠારી પણ હોય. લાગણીઓ એ મનુષ્યજીવનનું લગભગ સર્વસ્વ હોવાથી એમના પર જે વસ્તુની અસર થાય છે તે વસ્તુ તરફ આપણે બેદરકાર રહ્યું પાલવે એમ નથી. હવા, પાણી, ખેરાક વગેરે શુદ્ધ રાખવાને આપણે જેમ આગ્રહ રાખીએ છીએ અથવા રાખવો જોઈએ તેમ, અને તેથીયે વધારે સાહિત્યની શુદ્ધિ વિષે આપણો આગ્રહ હવે જોઈએ. શિયળની જેમ જ્યાં સાહિત્યને સચવાય છે ત્યાં જીવન પવિત્ર, પ્રસન્ન અને પુરુષાર્થ થવાનું જ. ઉચ્ચારશુદ્ધિ, જોડણીની શુદ્ધિ, વ્યાકરણશુદ્ધિ વગેરે પ્રાથમિક વસ્તુથી માંડીને સાહિત્યના એક એક અંગ-પ્રત્યંગમાં શુદ્ધિનો આગ્રહ હોવો જોઈએ, માત્ર એમાં કૃત્રિમતા ન આવે, વરણુગીપણું ન આવે, દંભ ન આવે, કર્મકાંડ ન આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416