Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 413
________________ ૪૦૫ આદર્શને ફકીર કેવો હોય છે? १८६-आदर्शनो फकीर केवो होय ? = અવ્યવસ્થિત અને ગુંચળિયા લાંબા વાળ, બટન વિનાનું ફાટેલું પહેરણ, ધૂળનાં નિશાનવાળા થીંગડાંવાળા જૂના જોડા, એવો એક સ વર્ષને એક જુવાન રશિયાનાં ગામડાંમાં અથાક ભટકતો હતો અને તેને મળનારાઓના કાનમાં એક ટુંકે મંત્ર મૂકતો હતો. તેને આ વેશ છતાં, તે સદા ઉન્નત મસ્તકે અને ટટાર છાતીએ ચાલતો હતો. તેની બે ઝીણી, તોપના મોઢાની જેમ મંડાયેલી, પ્રકોપની સળગતી સગડીઓ સમી આંખોમાં એવો પ્રભાવ હતો કે તેને માનપૂર્વક સાંભળ્યા વિના શ્યાજ નહિ ! “જુવાનો! ખેડુતે અને કામદારો એજ સાચી પ્રજા છે. તમે એ ખેડુતનાં ઝુંપડાંમાં જાવ અને કામદારોની કોટડીઓમાં પગ મૂકે અને તેમની વચ્ચે વાસ કરો. તેમને શીખવો કે, ઝારનું જાલીમ તંત્ર એ તમારાં બધાં દુઃખનું મૂળ છે. તેમના કાનમાં મંત્ર પુકે કે, ઝારને ઉથલાવી નાખીને સામ્યવાદનીજ સંસ્થાપના કરવામાં તમારું શ્રેય છે. જુવાન ! મુંગા મુંગા ગામડામાં પેસી માઓના લોહી સાથે આટલી વાત મિલાવી દો.” એ જુવાન સ્વમદ્રષ્ટા સુશિક્ષિત યુવક અને યુવતીઓને એકઠાં કરી આટલી વાત કહેતો. તે બેલતો ત્યારે પયગામ આપતો હોય તેવું જાદુ - તેના શ્રોતાઓ ઉપર થઈ જતું. એ જુવાન આદર્શ ભક્તનું નામ ટ્રોટસ્કી. લેનિનને એ સાથી. નવા રશિયાનો એ સર્જનહાર. ટ્રસ્ટી શ્રીમંત પિતાનો પુત્ર હતો. પિતા એને બડો ઈજનેર બનાવી પોતાના વાડી-વફા સેંપવા ઈચ્છતો હતો; પણ ટ્રોટસ્કીએ અઢાર વર્ષની વયેજ, કાન્તિની ભાવનાઓથી રંગાઈને, નવસર્જનના આતશથી સળગીને, પિતાના વાડી-વફા સંભાળી સુખી અમીર બનવાને બદલે જનતામાં નવા વિચારનાં વાવેતર કરવાને રાહ પસંદ કર્યો. ટોસ્કીએ જોતજોતામાં તે બંડખોરોના અગ્રણી અને વિપ્લવવાદીઓના મુખી તરીકે નામ કાઢયું. પિતાનું સ્વમ ધુળ મળવા માંડયું. તેમનાથી એ ન સહાયું. તેમની અનેક શીખો નિષ્ફળ નિવડયા પછી તેમણે છેલ્લો પ્રયાસ કર્યો. દ્રોટસ્કીન મેં સામે તેમણે પિસ્તોલ ધરી–“નાદાન છોકરા ! કાં તે તું આજથી આ અવળાં કામ છોડી દે અને કાં તે મારું ઘર છેડી જા.' દ્રોટસ્કીએ અત્યંત શાન્તિથી બીજી વાત પસંદ કરી. પિતાના આ જુલ્મ સામે મુંગે રેષ બતાવતા તે સીધેસીધે વિપ્લવવાદીઓની છાવણીમાં ચાલ્યો ગયો. તે ઘડીથી દ્રોટસ્કીએ તેની આ પસંદગીના પરિણામરૂપ સાચી અને કાયમી કંગાલિયતને જીંદગીના ભાગ તરીકે વધાવી લીધી. ઘણી વખત આ ચીંથરામાં વિંટાયેલા માણસે સાંજના ખાણા વિના આખી રાત વિપ્લવને માટે કામ કર્યા કર્યું છે. તેની આ તપશ્ચર્યામાંથી, તેની આ આદર્શ ભક્તિમાંથી, અહર્નિશ મૂક સંદેશ નીકળ્યા કરતો કે “ઝારને ઉથલાવી નાખે, કામદારે અને કૃષિકારોને પોતાના ભાગ્યવિધાતા બનાવો.” અને ટેસ્કી સમા થોડાક આદર્શના ફકીરએ પ્રકટાવેલી શક્તિએ આજે રશિયામાંથી ઝારનું નામનિશાન પણ ભૂંસી નાખ્યું છે, અને જગત આંખો ફાડીને જોઈ રહે એવું નૂતન રશિયા હસ્તીમાં આણી દીધું છે. ( તા. ૧૪-૭-૨૮ ના “સૌરાષ્ટ્રમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416