________________
પ્રવાસી વીર પ્રભુસિંહ
૪૦૧ १८२-प्रवासी वीर प्रभुसिंह દક્ષિણ આફ્રિકાના પ્રસિદ્ધ બેઅર યુદ્ધમાં પ્રવાસી વીર પ્રભુસિંહે જે વીરતા બતાવીને સંસારને આશ્ચર્યચકિત કરી મૂક્યો હતો તે એક એવો બનાવે છે, કે જેને લીધે પ્રવાસી ભારતીય યુગયુગાંતર સુધી અભિમાનથી માથું ઉંચું રાખી શકશે. જોકે અંગ્રેજ ઈતિહાસકારોએ ઇતિહાસમાં પ્રભુસિંહની વીરતાનું વર્ણન નથી કર્યું અને પોતાની અનુદારતા, સંકીર્ણતા અને “ત-વર્ણ-શ્રેષતા”ની નીતિને પૂર્ણ પરિચય આપે છે, તે પણ વિશાળ ભારતના પ્રવાસી પિતાના આ વીર બંધુના પ્રશંસનીય સાહસની વાત કદી ભૂલી શકતા નથી, અને તેમના વંશજો પણ ઘણી શ્રદ્ધા સહિત પ્રભુસિંહની વીરતાનું સ્મરણ રાખશે.
પ્રભુસિંહ બહાર પ્રાંતના શાહબાદ જીલ્લામાં ભભુઆની પાસેના ભૈરવપુર ગામના રહેવાસી છે. ઈ. સ. ૧૮૯૬ માં ભાઈની સાથે ઝઘડો થવાથી પોતે ઘેરથી ચાલી નીકળ્યા અને પ્રખ્યાત કુલી પ્રથા'માં ફસાઈને નાતાલ પહોંચ્યા. અહીં ડડી-કેલ-કંપનીએ પાંચ વર્ષ ગુલામી કરાવવા તેમને વેચાતા લીધા. હજી દાસત્વનાં માત્ર ત્રણ વર્ષ ગયાં હતાં ત્યારે ૧૨ મી એંકટોબર ૧૮૯૯ ને રોજ અંગ્રેજો અને બેરો વચ્ચે યુદ્ધ શરૂ થયું. અંગ્રેજોએ બેઅર જાતિને નબળી સમજી હતી અને એમનું ધારવું હતું કે, એક હુમલાથીજ તેઓ નાસી જશે; પરંતુ યુદ્ધ શરૂ થતાં જ બે અર લેકેએ એવી બહાદુરી બતાવી કે અંગ્રેજો ગભરાયા. જે આફ્રિકાના અંગ્રેજોને સામ્રાજ્યસરકાર અને હિંદની સરકારની મદદ ન મળી હોત તે આજે દક્ષિણ આફ્રિકાને નકશો જુદોજ હેત જ્યારે બેઅર સેના ઝંડી પહોંચી ત્યારે બહાદૂર અંગ્રેજો પોતાના આશ્રિત ભારતીય લોકોને ભાગ્યને ભરોસે મૂકીને લેડી સ્મીથ તરફ નાસી ગયા. ડચ સેનાએ ઠંડી પહોંચીને લગભગ ૫૦૦ ભારતીય મજરે ને પકડયા અને રેલવેમાં ભરીને તેમને ગ્રાન્સવાલ તરફ રવાના કર્યા, જેથી યુદ્ધમાં તેમની પાસેથી જરૂર પડતું કામ લઈ શકાય. આ બિચારાનાં કુટુંબીઓ ઠંડીમાં રહી ગયાં, તેથી તેમની ચિંતા અને વ્યાકુળતાની સીમા જ નહોતી.
રાત્રે ગાડી એક સ્ટેશને ઉભી રહી. વરસાદ પડતો હતો અને ઘોર અંધારી રાત હતી. ડચ પહેરેગીરો હોટેલમાં ખાવા ગયા હતા, ત્યારે પ્રભુસિંહે ૫૦૦ અભાગી મજુરોનું નેતૃત્વ ગ્રહણ કરીને ત્યાંથી કુચ કરી દીધી. કેટલું વિકટ સાહસ ! જે કદી ડચ સૈનિકે આ લોકોને ફરીથી પકડી લેત તો એકે એકને ગળાથી ઉડાવી દીધા હતા. એ બધા જંગલના દુમ માર્ગોઠારા બીજે દિવસે ઠંડી જઈ પહોંચ્યા અને ત્યાંથી પોતાના કુટુંબને લઈને સંતાઈ છુપાઈને લેડી સ્મીથ જઈ પહોંચ્યા. લેડી સ્મીથ જઈ પહોંચ્યા ત્યારે અંગ્રેજ સેનાપતિ જ વહાઈટે તેમને આશ્રય આપ્યો અને યુહનાં જાદાં જુદાં કામેપર તેમને ગોવી દીધા. એક દિવસે કેટલાએક અમલદારોએ ભારતીય મારાને પૂછયું કે “તમારામાં કોઈ એ વીર છે, કે જે પોતાના પ્રાણની કાળજી રાખ્યા વગર રસદની રક્ષા કરી શકે ?” બધા મજારો મૌન રહ્યા. માત્ર એકજ જણું આગળ પડ્યા અને બે કે “ભારત હજી સુધી તો વીરવિહીન થયું નથી. એ સાબીત કરવા હું તૈયાર છું.” આજ પેલો પ્રસિંહ ! એનેજ રસદની રક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું અને સાથે સાથે સરદારની પદવી મળી, એક દિવસે રસદની વહેંચણી થતી હતી ત્યારે ધૂમાડે કાઢતા અને વિજળીની જેમ કડાકા મારતો ડચ તોપખાનાથી ગેળા છૂટ. બધા નાસીને સુરક્ષિત સ્થાનમાં છુપાઈ ગયા અને પ્રભુસિંહને ઉદ્દેશીને કહેવા લાગ્યા “નાસો, નાસો; તમે પણ છુપાઈને પ્રાણ બચાવી લો.” પરંતુ આ વીર પર્વત જેવો અડગ ત્યાંજ ઉભો રહ્યો. ગેળો તેના માથા ઉપર થઈને નદીમાં પડીને ખળભળવા લાગ્યા. સાજ"ટ સાહેબ બહાર આવ્યા અને પૂછ્યું કે “કેમ સરદાર ! તમને બીક નથી લાગતી?” સરળ પ્રકૃતિ પ્રભુસિંહે ઉત્તર વાળ્યો કે બીક શાની સાહેબ? જે મારી આવરદા પૂરી થાય તો આ ગોળાની સાથે વૈકુંઠમાં જઈશ, નહિ તે આ ડંડાથી (પિતાને ડંડો બતાવીને ) મારી દઇશ. ગોળો-ફળો જ રહેશે.”
જનરલ જુબર્ટની ૨૦ હજાર ડચ સેના નાતાલમાં લેડી સ્મીથ સુધી અધિકાર જમાવી શુ. ૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com