Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 407
________________ ir Mાથે નકાકા-૧ = $151 1ળા, આણા માતલામડિ વાદ લાટા ૫૨ ક૨તા પહલાજ સાહિત્યસેવા વિષે જાણવા જેવા વિચારો ૩૯ લોકસંખ્યામાં છેપણ આપણે ગરીબેને કોલ કરી એજ બળને બોજારૂપ કરી મૂક્યું છે. જ્યાંસુધી આપણે ગરીબોને માટે સાહિત્ય લખીએ નહિ, હજારોની સંખ્યામાં બહાર આવી ગરીબોને આપણે ઇતિહાસ અને આપણી આજની સ્થિતિ, આપણું કાવ્ય અને આપણે ધર્મ એની ખુબીઓ સમજાવીએ નહિ, પોતાના જીવનપરની રાખ ખંખેરી તેને પ્રદીપ્ત કરવાની પ્રેરણું આપીએ નહિ, ત્યાં સુધી આપણું સાહિત્ય પાંડુરોગી જ રહેવાનું. સેવામાં સાહિત્ય સાહિત્યની ઉન્નતિને અર્થે ઘડાતી યોજનાઓમાં શ્રેષો અને સંદર્ભગ્રંથ, ઈતિહાસ અને વિવેચતો. પાઠય પુસ્તક અને પ્રમાણ થો. પરિષદો અને સમિતિઓ-કેટલુંએ હો છોડીને સાહિત્યના ઉદ્ધારને અર્થે ગરીબ પ્રજાની સેવા હું સૂચવું છું, એ જોઇને કેટલાકને થશે કે સાહિત્યમંડળને સંસારસુધારા પરિષદ માનવાની ભૂલ કરીને હું વાત કરું છું. ભલે એ આરોપ મારાપર આવે; પણ હું તો એકકસ માનું છું કે, ઝાડને પણ જેમ મુખ્યત્વે જમીનમાંથી જ મળે છે, તેમ સાહિત્યનું પિોષણ સમાજમાં જ રહેલું છે. માણસાઈ અને ધર્મનિષ્ઠામાંથીજ આપણું સાહિત્ય સમૃદ્ધ થવાનું છે, એ વિષે મને શંકા નથી. ઉપર વર્ણવેલી આજકાલની યોજનાઓને હું ઉતારી પાડવા નથી માગતો. એમાં યથાશકિત ભાગ પણ લેવા ઇચ્છું છું; પણ મુખ્ય વસ્તુ વિસાયે ચાલે એમ નથી. જીવનની સુગંધ જ્યાં પુરુષાર્થ ઓછો થયેલો હોય છે અને જીવનમાં શિથિલતા આવેલી હોય છે, ત્યાં સાહિત્યની બાબતમાં અલ્પસંતોષ અને રસિકતાનું છીછરાપણું સ્વાભાવિકપણે આવી જાય છે. આજે આપણે મહાકાવ્ય લખી શકતા નથી, આપણી પ્રતિભા માંડ ચૌદ ઓસરી જાય છે, એવી ટીકા હું નથી કરવા માગતો. કાવ્યની લંબાઈપર વધારે ભાર નથી મૂકવા માગતો; પણ આપણું કાવ્યવિષય ઉત્તેગ અથવા ગંભીર નથી હોતા એ ટીકા હું જરૂર કરું. સાહિત્ય એ મોટે ભાગે વ્યક્તિગત પ્રયાસજ છે, તે જ્યાં સુધી ગંભીર અને દીર્ઘ ઉદ્યોગના પરિણામરૂપ ન હોય ત્યાંસુધી છીછરુંજ રહેવાનું. ઈશ્વરે અસાધારણ પ્રતિભા આપી હોય તેયે તે બીજરૂ૫જ હશે. માણસે ઓછામાં ઓછું માળીનું કામ તો ઈમાનદારીથીજ કરવું જોઇશે. સાહિત્યમાં સહકારથી કામ કર્યા વગર પણ હવે ચાલવાનું નથી. સહકારને માટે જે સગુણ આવશ્યક છે તે કેળવ્યા વગર હવે એક ડગલું પણ આગળ ભરવું મુશ્કેલ છે. સિદ્ધાંતનો આગ્રહ અને સ્વભાવભેદ દરગુજર કરવાની શક્તિ, વિગતોમાં ઉતરવાની ઝીણવટ અને એકજ સંકલ્પને લાંબા વખત સુધી વળગી રહેવાની દઢતા, એ સામાજિક સશુ આપણે ન ખીલવીએ તે ઝાઝી સાહિત્યસેવા નજ થઈ શકે. પણ એ તે થઈ સાહિત્યની સેવા. પણ સાચા સાહિત્યની નિર્મિતિ પ્રજાના પુરુષાથ નું જ ફળ છે. કારભારમાં બાલવાપણું ન હોય તો કારભાર આપવાપણું પણ ન હોય એ જગવિખ્યાત સૂત્ર પાછળ ભાષાસૌદવ અથવા અનુપ્રાસની લહેજત નથી. કેમકે એમાં લહેજત કરતાં અમેરિકન પ્રજાનો પુરુષાર્થ, એજ એમાં મુખ્ય વસ્તુ છે. સાહિત્યની ઉન્નતિ પ્રજાની ઉન્નતિ સાથેજ થાય લ્લાના ખેડુતોએ ગુજરાતી ભાષામાં જે ઉમેરે કર્યો છે તે આપણી બે-ચાર પરિષદ પણ ન કરી શકે. “અમે વલ્લભભાઈના હાથમાં અમારૂં શિર સેપ્યું છે, નાક નથી સાંપ્યું. એ વચન માટે ગુજરાતી ભાષા હમેશાં મગરૂર રહેશે. “અમારે ખર્ચે બંદૂકે ને તોપ રાખે છે, પણ કદી બતાવતા તે નથી. અમારાં બાળકને બંદુકે ને તોપોનો સ્વાદ ચખાડશે તે ઓલાદ તો સુધરશે.' એ એકજ વાકય ગુજરાતી ભાષાને વીર્યશાળી બનાવવા બસ છે. સાબરમતીને કાંઠે ગાંધીજીએ અને બારડોલીનાં ખેતરોમાં વલ્લભભાઈએ જે ભાષા ઘડી છે, તે ભાષા પોતાની સ્વાભાવિકતાથીજ ધીરાદાત્ત અને પ્રૌઢ બની છે. સાહિત્ય એ પ્રજાના પરાક્રમનો પ્રસાદ છે. પેલો ડોસો મિશનરી ટેલર આ૫ણને કહી ગયો છે કે, કથા માપ તથા ભાષા સાહિત્યની ઉન્નતિ કરવી હોય તે જીવનની ઉન્નતિ કરીએ. સાહિત્ય એ જીવનની છાયા છે, જીવનની સુગંધ છે. (તા.૧૬મી સપ્ટેમ્બર–૨૮ના સુરત સાહિત્યમંડળના વાર્ષિક ઉત્સવ પ્રસંગે શ્રી.કાલેલકરનું વ્યાખ્યાન) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416