Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 404
________________ શુભસંગ્રહ-ભાગ ચોથા નિર્વ્યાજ, મુગ્ધતા એ શુદ્ધિનું એક પાસું છે અને સંસ્કારિતા એ ખીજાં પાસું છે. અને રીતે શુદ્ધિ જળવાય, પણ જો આપણે શિથિલતાનાજ હિમાયતી થઈ જશું અને જે દરેક જાતની વિકૃતિને પણ દરગુજર કરવા આપણે તૈયાર થઇ જઈશું; સામાજિક જીવનમાં સદાચારને તેમજ સાહિત્યમાં શુદ્ધિના જે કાઇ થોડા પણ આગ્રહ રાખે તેની સામે કકળાણ મચાવીને એને ઠેકાણે પાડવાના પ્રયત્ન કરીશું; તે તેથી સમાજનું પારાવાર નુકસાન થવાનું છે. સામાજિક જીવનમાં શું કે સાહિત્યમાં શું, શુદ્ધિ જાળવવાની જવાબદારી વિશિષ્ટ-શ્રેષ્ઠ વનીજ હાય છે. પાલિસાદ્વારા કે કાર્ટાદ્વારા સામાજિક સદાચારને સર્વોચ્ચ આદર્શો ટકાવવાના નથી, તેમ સાહિત્યનું પણ છે. સમાજના સ્વાભાવિક આગેવાને જ્યારે શિથિલ થાય છે, ભીરુ થાય છે અથવા ઉદાસીન થાય છે, ત્યારે સમાજને બચાવનાર કાઇ પણ શક્તિ રહેતી નથી. એ ખરું છે કે, સાહિત્યની પ્રવૃત્તિ હમેશાં સમાજસેવાને અગેજ થાય છે, એમ નથી. માસિક આનંદ, સમાધાન, મુંઝવણુ અથવા વ્યથા પ્રગટ કરવાની, શબ્દબદ્ધ કરવાની, માણસમાં જે સહજ વૃત્તિ છે, તેમાંથી સાહિત્યના ઉદ્ગમ છે. સ'ગીતની પેઠે સાહિત્યના આનંદ પણ માણસ એકલા એકલા લઇ શકે છે; છતાં વાવ્યાપાર એ સામાજિક જીવનને અંગે છે. સાહિત્યની પ્રવૃત્તિ મુખ્યત્વે પેાતાના લાગણીપ્રધાન મનન અથવા ઉદ્ગારને બીજામાં સંક્રાંત કરવાની ઈચ્છાથી થાય છે, તેથી સાહિત્ય એ મુખ્યત્વે સામાજિક વસ્તુ છે, એમ કહી શકાય. જીવનની બધીજ સારી વસ્તુની માફક સાહિત્ય આત્મનેપદી પણ છે અને પરમૈપદી પણ છે. માણસના સર્વોચ્ચ સદ્ગુણ એના સામાજિક જીવનમાંથી ઉદ્ભવે છે. અન્યનિરપેક્ષ મેક્ષેચ્છા પણ આત્મૌપમ્ય માટેજ છે; એટલે કે એનાં શરૂઆત અને અંત સામાજિક જીવનની કૃતાતા સાથેજ છે. સાહિત્યવિષે પણ એમજ કહી શકાય. ગાયન સાથે જેમ તંબુરાના ધ્વનિ તાન પૂર્યોજ કરે છે, તેમ સાહિત્યના વિસ્તારમાં પ્રજાહિત પ્રજાકલ્યાણને સૂર કાયમ રહેવા બેઇએ. જે કઇ એનાથી વિસવાદી હેાય તે સંગીત નથી; પણ કાલાહલ છે. તે સાહિત્ય નથી, પણ માનસિક ઝેર છે. ૩૯ સાહિત્યનું વ્યક્તિત્વ એક વાર હિંદુસ્થાનના ઐતિહાસિક પુરુષોની યાદીમાં મેં ભગવદ્ગીતાનું નામ પણ ઉમેયું હતું. જેના વ્યક્તિત્વની છાપ સમાજ ઉપર જૂદે જૂદે વખતે જૂદી જૂદી રીતે પડે છે અને તેથી જેના જીવંતપણાને અનુભવ હમેશાં થાય છે તે વ્યક્તિ અથવા પુરુષ; એવી વ્યાખ્યા કરીએ તે ભગવદ્ગીતાને રાષ્ટ્રપુરુષ કહેવામાં ઔચિત્યને ભંગ નથી, એમ માની શકાય સાહિત્યવિષે પણ એમજ છે. સાહિત્ય એક યા બીજી રીતે સામર્થ્ય પ્રકટ કરનાર વ્યક્તિનું હૃદયસર્વસ્વ હોવાથી વ્યક્તિની અસર જેવી એની પણ અસર હોય છે. પ્રભુ, મિત્ર અથવા કાન્તા સાથે સાહિત્યને સરખાવનાર સાહિત્યાચાર્ય એજ વસ્તુ જૂદી રીતે કહી છે. પ્રભુને ઠેકાણે આપણે આજે ‘ગુરુ' શબ્દ વધારે પસંદ કરીએ. ગુરુ, મિત્ર અને જીવનસહચરી-ત્રણે સંબંધ પવિત્ર છે, ઉદાત્ત છે. સાહિત્યનું બિરદ એવુંજ હોવુ જોઇએ. સામાજિક વ્યવહારમાં આપણે ગમે તે માણસને ઘરમાં પેસવા નથી દેતા. ચાર, શ, પીશુન, ભુજંગની કાર્ટિના લેાકાને આપણે ઉમરાની અંદર પગ મૂકવા નથી દેતા. સાહિત્ય ઉપર પણ આપણી એવી ચેાકી હોવી જોઇએ; અને તે આપણી પેાતાનીજ હોવી જોઇએ. અપવિત્ર માણસ ગમે તેટલા વિવેકી હોય તેપણુ જેમ આપણાં કરાં જોડે આપણે તેને છૂટથી ભળવા નથી દેતા, તેમજ પાપાચરણને ઉત્તેજન આપનારા સાહિત્યને પણ આપણે આપણા ધર્માં પેસવા ન દેવું જોઇએ; અને ધરબહારના વ્યવહારમાં જ્યાં બધી જાતના લેાકેા જોડે સબંધ પડે છે, ત્યાં ભલા– જીરાને પારખવાની કળા જેમ આપણે આપણાં બાળકોને અર્પણ કરીએ છીએ અને અતિ પ્રસ’ગી માણસને દૂર રાખવાનું શીખવીએ છીએ, તેમ સાહિત્યમાં પણ દુષ્ટ સાહિત્યના હાવભાવમાં ન ફસાતાં તેને દૂર રાખવાનુ' બાળકાને શીખવવું જોઇએ. આજના પવન પણ આજના પવન એ જાતનેા નથી એ હું જાણું છું. શિષ્ટાચારની જૂની વાડા તેડવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416