________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
હતા. માળીયાનરેશે તો મહારાજશ્રીના ઉપદેશથી કચ્છના રણમાં કાં ઉપર મુસાફરો માટે પાશેર દાળીયા, ગોળ તથા મીઠા પાણીની સગવડ કરી છે કે જે સગવડ હજારો મુસાફરોના આશીર્વાદરૂપ થઈ પડી છે. ખરા ધૂમ તડકામાં જ્યારે અંગારા સળગતા હોય અને ક્યાંય ઝાડ કે પાણી ને હોય, ત્યારે આ સગવડ કેટલી આશીર્વાદરૂપ છે તેની વાચકેજ કલ્પના કરી લે.
તેમને સ્વર્ગવાસ સંસ્થાની ચિંતામાં તેમનું શરીર અસ્વસ્થ જ રહેતું. બીજા શબ્દોમાં કહું તે સંસ્થાની પાછળ તેમણે આખું જીવન રેડી દીધું હતું. શરીરમાં રોગે ઘર કર્યું હતું. અંતે આ વિદ્વાન સમર્થ શાસનભક્ત દયામૂર્તિ સં. ૧૯૧૪ ના ઈન્ફલ્યુએન્ઝામાં આસો વદી ૯ ના દિવસે આઠ દિવસની દ્રક બિમારી ભેગવાવી ૩૪ વર્ષની નાની ઉંમરે આ સંત પુરુષને કાળે પિતાના પંજામાં લઈ લીધા, તેઓ સ્વર્ગવાસ પામ્યા. એ ચળકતા સીતારે અણધાર્યો અચાનક અસ્ત થયા. જીવન અને મરણ એ કાંઈ નવાઈની વાત નથી, પરંતુ એક આશાવંત મહાન વિભૂતિ અધુરી સેવા અપી ચાલ્યા જાય, આરંભેલા સેવાયજ્ઞને અધુરો મૂકી ભંગાણ પાડી ચાલ્યા જાય ત્યારે દુઃખ કોને ન થાય! આજે તેઓ નથી પણ તેમના મૂર્તિમંત દેહસમું શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ ચીરંજીવ છે. જેઓ એક વાર એમ કહેતા કે, આ બાવાની મઢુલી કેટલા દિવસ ચાલશે? તેઓ એક વાર પસ્તાઈ ક્ષમા માગવા આવ્યા હતા. આજે તેઓ પિતાની ભૂલ કબૂલે છે. જે સંસ્થાના સ્થાપનમુહૂર્તમાં મંગલનું શ્રીફળ ઉધાર લાવવું પડયું હતું તે સંસ્થા આજે આખી જૈન કોમમાં અપૂર્વ, અનુપમ અને અજોડ લેખાય છે અને આખા જૈન સમાજને પ્રેમથી પોતાના તરફ આવી રહેલ છે.
તેઓની અંતિમ ભાવના પૂજ્ય ગુરુદેવની અંતિમ ભાવના વર્ણવું તે પહેલાં તેઓશ્રીના જીવનનો એક અનન્ય પ્રસંગ ટકામાં લખી લઉં, પછી આગળ વધુ. એ પ્રસંગ તે તીર્થની સેવા. પાલિતાણાના મહું મ ઠાકાર શ્રી માનસિંહજીએ અને ત્યાં બાટાએ જ્યારે શત્રુંજય ઉપર અશાતનાઓ કરવા માંડી અને અનેક વિધ્રા કરી હકકને ઠંડો જમાવવા અનેક અનર્થો કરવા માંડ્યા તે વખતે આ ગુરુદેવે હિમતભરી રીતે અડગતાથી બધાની સામે ઉભા રહી આશાતના ટાળી હતી અને ઠેઠ જીવસટોસટને પ્રસંગ આવ્યું છતાં તીર્થ ખાતર ગમે તેવો દુ:ખ ભોગવવા પડે તે શું હિસાબમાં હતું ? તેમ ધારી છેવટ લગી અડગ રહી તે પ્રકરણનો અંત આણ્યો હતે. શાસનસેવા કરવી એ જ તેમને જીવનમંત્ર હતો. - તેઓશ્રીની છેવટની ભાવના જૈન અનાથાશ્રમ ઉઘાડવાની હતી. હજારો અનાથ નિરાધાર જૈન બાળકે ધર્માતર થાય છે તેમને આશ્રય આપી વિદ્યાદાન આપી ચુસ્ત જૈન બનાવવા અને જૈન સમાજનો થતે નાશ અટકાવ. તેમની આ ભાવના તેમના શિવે અને ભકત પૂરી કરે, એ શુભેચ્છાપૂર્વક વિરમું છું.
(તા. ૩૦ ડિસેંબર ૧૯૨૮ના “મુંબઈ સમાચારની અડવાડિક આવૃત્તિમાં લે-મુનિ ન્યાયવિજયજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com