________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
તેમના સેવાધર્મ અને ત્યાગ
જેમ દેશવીર ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહે નવી દિશા સૂઝાડી; સંત ક્રાન્સિસને ગરીબ અને રક્તપિત્તિયાની સેવાએ સાચે ત્યાગમા સૂઝાડયે; ગેરીખાડી, ડી વેલેરા, વીર મુસાલિની ઈ દેશભકતાને ત્યાંની જડ નેાકરશાહીએ જગાડયા; તેમ ધારશીભાઇને મુંબઇના પ્લેગે જગાડયા. ૧૯૫૫-૫૬ માં મુંબઇમાં ભયંકર પ્લેગ ચાલતા હતા. ધારશીભાઇના કુટુંબનાં ૧૫-૧૭ માણસાને એ પ્લેગે પોતાના પંજામાં ક્રમશઃ સપડાવ્યાં. માત્ર ધારશીભાઈ બાકી રહ્યા હતા. તેમણે દુકાન બંધ કરી માંદાઓની માવજત ખૂબ પ્રેમ અને ધીરજથી કરી. રાત અને દિવસના ઉજાગરા વેઠી ખડે પગે કુટુબની ચાકરી કરી. ખીજા' સગાંવહાલાં ત્યાં જોવા આવતાં ડરે, ત્યારે આ યુવાન દર્દી પાસે જઇ આશ્વાસન આપી તેના પગ દાબે, દવા પાય અને બીજી પણ અનેક પ્રકારની માવજત કરતા. અંતે ક્રૂર કાળે એક પછી એક એમ બધાંને ઝડપ્યાં. ધારશીભાઇએ એ બધાંને શ્મશાન ભેગાં કર્યાં. કુટુખીનું અકાળ મૃત્યુ તેમનું મસ્થાન ભેદી નાખતું. સ્મશાનયાત્રા કરી આવ્યા કે તરતજ ધારશીભાઇને પ્લેગે પેાતાને ક્રૂર પંજો માર્યો. ઘરમાં કાઇ નહેતું, એક મિત્ર બહારથી ખબર પૂછી જતા. બધાની દુઃખી અવસ્થા તે નિહાળી હતી, જાણી હતી અને કુટુંબીએની શું દશા થઈ તેનું તેમને ભાન હતું. ઘરમાં કઇ પાણી પાનાર પણ નહેાતું. ‘“માત્ર પ્રભુનું નામસ્મરણ એજ તેમનુ` સાથી કે કુટુંબી હતું.”
પ્રભુના નામના અખંડ જાપ શરૂ રાખ્યા, એજ દવા એમ માની લીધુ. એ પ્રભુનામે એક દિવ્ય ધ્વનિ પ્રગટ થયા અને તેએને નવા માર્ગ સૂઝયા. યદિ હું આ રાગમાંથી બસુ તે સાધુ થાઉં. અ ંતે કહેવત છે કે, રામ રાખે તેને ક્રાણુ ચાખે? પ્રભુનામસ્મરણ-ઔષધિ અને ત્યાગની બુટ્ટીના પ્રતાપથી તેજ રાત્રે પ્લેગની ગાંઠ ફાટી અને બગાડ નીકળી ગયા, અને જીવનદીપક મૂઝાવાને બદલે ફરીથી મંદમંદ પ્રકાશ્યા. ધીમે ધીમે આરામ થયે।. ત્યારપછી તરતજ દુકાને જઇ હિસાબ પતાવી દેશ તરફ હંકાર્યું, અને સ્ટીમરમાં માંડવી આવ્યા. રસ્તામાં સમુદ્રના તરંગાની માક તેમનું મન વિચારતરંગામાં ઝોલાં ખાતું હતું, ક્યાં સાધુ થવું? સાધુ થયા પછી શું કરવું? હવે ઘેર જઇશ તે માબાપ સાધુ નહિ થવા દે. પેાતે માંડવી બંદર ઉતર્યાં ત્યાં રસ્તામાં દૈવયેાગે તેમના દૂરના સગા કે જેઓ ફ્રુટક પથના સાધુ થયા હતા તે મળ્યા. એળખાણ આપી ઉપાશ્રયે લાવ્યા. ધારશીભાઇએ ઉપાશ્રયે આવી પ્રતિજ્ઞા અને પેાતાની ભાવના ગુરુને કહી સંભળાવી. ગુરુજીએ પ્રથમજ તેમની પાસે બીડી જોઈ. ધારશીભાઇને કહ્યું કે, તમારે બીડીએ છેાડવી પડશે. તેમણે તરતજ બહાર જઈ ખૂબ બીડી પી બાકીની બીડી અને બાકસને સળગાવી હોળી કરી દીધી અને સદાને માટે તેને! ત્યાગ કર્યાં. ગુરુને આ ફેરફાર જોઈ આશ્ચય થયું. દિવસની ૪૦ થી ૫૦ બીડી પીનાર છોકરા એકદમ ત્યાગ કરે એ તેની ઉચ્ચ ભાવનાને અને ત્યાગને સૂચવે છે. આ છેકરા છે તે પાણીદાર, જો એ સાધુ થાય તે! સંપ્રદાયમાં રત્ન નીકળશે. છે!કરે। બુદ્ધિશાળી અને સાહસી છે, માટે દીક્ષા લે તે સારૂં; પરંતુ ભાવી શ્રૃદુ હતુ. ધારશીભાઇના પિતાને પુત્ર માંડવીમાં છે તેના સમાચાર મળ્યા. તરતજ ગાડું લઇ બાળકને તેડવા આવ્યા અને પરાણે ઘેર લઇ જઇ સમાવ્યું. આ યુવાવસ્થામાં ભેગ શા? તારે તે શું દુ:ખ છે કે અત્યારથી સાધુ થાય છે? શું તારે પણ ધ્રુવચ્છ થવું છે? ધારશીભાઇ મૌન રહેતા. તેમના ત્યાગ-વૈરાગ્ય દ્વેષ પિતાની આંખમાં આંસુ આવતાં. અંતે ધારશીભાઇએ માબાપને મુંબઇની કરુણુ કથની હૃદય કી નાખે તેવી રીતે કહી સભળાવી અને છેવટે ખુબ સમજાવી દીક્ષાની રજા મેળવી. ગુરુને ત્યાં ખેાલાવ્યા અને માપિતાએ દીક્ષા અપાવી. દીક્ષા વખતે તેમનુ નામ ધર્મચંદ્રજી રાખવામાં આવ્યું. તે મૂળથી ઢુંઢક સંપ્રદાયના હતા અને ટુટક-સ્થાનકવાસી સાધુનેાજ ખાસ સંસ હતા એટલે તેમણે ઢુંઢીઆના સાધુ પાસેજ દીક્ષા લીધી. સાધુ થયા પછી ટુક વખતમાં મુનિ શાળા ચાલાક ધચંદ્રજીએ સાધુક્રિયા કરી શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યાં. તે વખતે સ્થાનકવાસી સંપ્ર દાય વ્યાકરણને વ્યાધિકરણ' કહેતા એટલે પરબારા શાસ્ત્રાભ્યાસજ શરૂ કરતાં એ વર્ષોંમાં તે ઘણાં સૂત્રોના પાના મુખપાઠ કરી નાખ્યા.
૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com