Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 382
________________ ૩૭૪ શુભસંગ્રહ-ભાગ ચોથા શકાય. નેપોલિયનના જીવનને એનો અભ્યાસ સુંદર છે અને પિતાના એ સુંદર અભ્યાસને એ સુંદર ઉપયોગ પણ કરે છે; પણ એની પ્રકૃતિ જ કંઈ એવી છે કે એ ઇતિહાસને શુદ્ધ દષ્ટિએ જોઈ શકતો નથી. ખ્રિસ્તી ધર્મની દષ્ટિ મનુષ્યના આત્મામાં જે જાતની અગમ્યતા જુએ છે તેજ જાતની અગમ્યતા નેપોલિયનની કથામાં છે, એમ એ માને છે; અને કહે છે કે, નેપોલિયનના આત્માને પામવા માટે પ્રજાના આત્માને પામવો એજ રસ્તો છે. પરંતુ નેપોલિયન વાસ્તવિક રીતે જેવો હતો તેવોજ પ્રજા એને જોઈ શકી હેય એ વાત શંકાભરેલી છે. આ શંકા મેરેકોવેસ્કોને થતી નથી, તેથી નેપોલિયનની પ્રશંસા કરવામાં એ વિવેકની મર્યાદાનું ઉલ્લંધન કરી નાખે છે. દરેક યુગ, દરેક પ્રજા, દરેક લેખક નેપોલિયનના ચારિત્ર્યનું મૂલ્ય જૂદી જૂદી દષ્ટિએ કે છે. લેજે, ટેન, મેસન અને લડવીગ આ બધા નેપોલિયન વિષે જૂદું જુદું કહે છે. રશિયામાં જ્યારે બોવિઝમ વિજયી થયું છે ત્યારે રશિયાને સાક્ષર મેરકેસ્કી પણ એક ભિન્ન દષ્ટિ રજુ કરી રહ્યો છે. આ પુસ્તકનો વિચાર કરતી વખતે એના લેખકના પ્રજાવની પણ આપણે ગણતરી કરવાની છે. રશિયાના તાજેતરના ઈતિહાસના રંગનો પાસ આ પુસ્તકને પાને પાને બેઠા છે. નેપોલિયને આમીરાને કહેલું કે, હું તે રશિયાની ગુલામી નાબુદ કરી નાખું. મેરેકોસ્કી કહે છે કે, જે નેપોલિયને રશિયાની ગુલામીને નાબુદ કરી હતી તે રશિયાને જે નરક યાતના આ યુગમાં સહેવી પડી તે ન સહેવી પડત. મેરે કચ્છી માને છે કે, ફ્રેંચ વિપ્લવને નેપોલિયને નિયમમાં રાખ્યો હતો અને યૂરોપનાં રાજસૂત્રને એણે એવું સંગઠિત કર્યું હતું કે પાછળથી અરાજકતાનાં ઉગ્ર બળો એને ભેદી શકે નહિ. યૂરોપની બીજી પ્રજાને જે નથી દેખાયું તે અત્યારે રશિયન પ્રજા નિહાળી રહી છે. આપણા કરતાં ઘણી ઉચ્ચ કોટીનો એક ઘોડેસ્વાર પશ્ચિમના પર્વતોને વિધી રહ્યો છે. એની શ્યામ મૂર્તિ સળગતા આકાશથી એને જુદા પાડે છે. દરેક જણ એને ઓળખી કાઢી શકે. એણે કવચ પહેર્યું છે. એના માથા પર ટેપ છે, એના ઘેડાની ગતિ ધીમી છે; આઘે આઘે પૂર્વ દિશામાં એની સ્થિર આખા કઈક નિહાળી રહીં છે; અને એની ચકમકતી તલવાર ચોકી કરી રહી છે. એ શેની ચીકી કરી રહી છે? કોના ઉપર ચોકી કરે છે ? યૂરોપીયનો એ નહિ સમજે, પણ શું રશિયનો એ સમજે છે. એ પવિત્ર યૂરોપની ચોકી કરી રહ્યો છે કે યુદ્ધરાક્ષસ એને પિતાનો ભક્ષ ન બનાવે. આમ છતાં મેરેકે વેસ્કીનો નેપોલિયન વિષેનો અભિપ્રાય પાશ્ચાત્ય વિદ્વાનોથી બહુ ભિન્ન નથી. નેપોલિયનની બુદ્ધિ, પ્રકૃતિ, ચારિત્રય, એનું પ્રભાવશાળી સેનાધિપતિત્વ, એની અદ્ભુત સ્મરણશક્તિ, કાર્યશક્તિ અને ગ્રાહક શક્તિ તથા આદર્શ હેતુઓ સિદ્ધ કરવાની એની અશક્તિ વગેરેનું એણે જે ધ્યાન કર્યું છે તે સાધાર અને ન્યાયયુક્ત છે. મેરે કક્કી કહે છે કે, નેપોલિયન એક અણછેડયો કોયડે છે. અમે આ વિધાનને મળતા થતા નથી. અમારે મતે તે નેપોલિયન જેવું સારી પેઠે સમજાયેલું પાત્ર ઇતિહાસનાં પાનાંઓમાં ભાગે મળશે. આપણે પરસ્પર અગમ્ય હોઈએ છીએ, એ રીતે નેપોલિયન અગમ્ય રહ્યો એ સાચી વાત છે. પણ જીવતાં નેપોલિયન અગમ્ય હતો, મૃત્યુ પછી એ વધારે અગમ્ય બન્યો છે; એ મેરકેસ્કીની માન્યતા ભ્રમણાયુકત છે. મેરે કેવસ્કી, નેપોલિયનને સારી પેઠે સમજે છે એ સાચું છે; પરંતુ નેપલિયનને સમજનારા બીજા નથી પડયા એમ નથી. નેપોલિયનની યુદ્ધનીતિથી ક્રાંસે બેજીયમ ખોયું, હાઈનની સરહદને મુલક ગુમાવ્યો, અધુરામાં પૂરું વળી અભિલાષાથી ઉછળતા ૨૦ લાખ યુવકે એણે યુદ્ધમાં ભેગ આપ્યો અને કાયમની ગરીબીને કાન્સમાં નોતરી. આ બધાં પરિણામો નેપલિયનની શકિતમાં રહેલી કઈ મેટી ઉણપને આભારી છે, એ વાત મેરકેસ્કીના જેવા વલણના લેખકે વિસરી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416