________________
ધાર્મિક શિક્ષણની ઉપેક્ષા કરવી હવે પાલવે તેમ નથી.
६९ - धार्मिक शिक्षणनी उपेक्षा करवी हवे पालवे तेम नथी.
૧૩૪
ધાર્મિક શિક્ષણ એટલે શું ? ધાર્મિક શિક્ષણની આવશ્યકતા ખરી ? આવશ્યકતા સ્વીકારીએ તે કેવી રીતે ધાર્મિક શિક્ષણ આપી શકાય ? નિયમિત અભ્યાસક્રમથી આવું શિક્ષણ આપી શકાય ? કેટલીક શિક્ષણસંસ્થાએ દાવા કરે છે કે, ધાર્મિક શિક્ષણુ એ અમારી સંસ્થાનું એક વિશિષ્ટ અગ છે. એ દાવા કેટલે અંશે યાગ્ય છે? ધાર્મિક શિક્ષણ આપવાથી શું સારાં પરિણામ આવ્યાં ? અને જે સસ્થાઓ ધાર્મિક શિક્ષણુ નથી આપતી, તેથી શાં માઠાં પરિણામ આવ્યાં ? જેમાં એક ધર્મ નથી એવી ભિન્ન ભિન્ન પ્રજાને ધાર્મિક શિક્ષણ કેવી રીતે આપી શકાય? આવા આવા અનેક પ્રના શિક્ષણને અંગે ઉદ્ભવી શકે અને એ પ્રશ્નનાનું ખુદ્ધિમાં ઉતરે તેવું સતાષકારક નિવારણ ન થાય ત્યાંસુધી ધાર્મિક શિક્ષણના ઉકેલ થવા મુશ્કેલ છે.
હવે આપણે ઉપરની પ્રશ્નમાળાસબંધે વિચાર કરીએ. અલબત્ત, આજગ્યાએ જે નાસ્તિક છે, જેઓ ઈશ્વરના અસ્તિત્વમાં માનતાજ નથી, ‘ક્રાઇ અવિચળ અખંડ નૈતિક નિયમને આધારે આ વિશ્વમંડળની ઘટમાળ ચાલી રહી છે અને એ શાશ્વત નિયમને પ્રેરનાર કાઈ દૈવી શક્તિ એટ એ વાતમાં એને શ્રદ્ધા નથી, જે એમ માને છે કે સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ બધી વાત મનના વહેમેા છે, એવા નાસ્તિક મતવાળાના મનનું સમાધાન આ લેખમાં અમે કરવા ધાયું નથી; પણ જેઓ ઈશ્વરના અસ્તિત્વમાં માને છે, તેએનાજ મનના સમાધાન ખાતર આ લેખમાં અમે યથામતિ પ્રયાસ કરીશું. ધર્માધ્યક્ષનું સ્થાન અપાતું નથી, તેમ નથી શાસ્ત્રોને અભ્યાસ કરેલેા એટલે એ દૃષ્ટિએ પણ અમે આ ગૂઢ પ્રશ્ન ચવા નથી માગતા; પણ કેળવણીની દષ્ટએ અમે આ પ્રશ્ન ચર્ચાવા માગીએ છીએ. એટલે આ પ્રશ્ન ચર્ચાવાના અધિકારસબંધે કાંઇ ધૃષ્ટતા જણાય તેા પ્રથમથીજ ક્ષમા માગી લઇએ છીએ, આ ધાર્મિક શિક્ષણના પ્રશ્ન આજકાલ આ જડવાદના જમાનામાં એટલા બધા મહત્ત્વના થઈ પડયા છે કે તેની ઉપેક્ષા કરવી હવે વિશેષ પાલવે તેમ નથી. જ્યારે રસાયણશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાનશાસ્ત્રનું માજી પશ્ચિમ ઉપર કરી વળ્યું હતું, ત્યારે પશ્ચિમના લેાકા ઉપર એક જાતની અજબ મેાહિતી ફેલાઈ ગઇ હતી, અને પ્રયાગસિદ્ધ જે વાત હાય તેવી વાર્તાનેજ તેઓ માનવા તૈયાર હતા. વળી બીજી વાર્તા જે પ્રયાગથી સિદ્ધ ન થઈ શકે તેવીને હસી કાઢતા હતા; અને કહેતા કે પ્રાના, ઈશ્વરસ્તુતિ વગેરે એ તા કાઇ નવરાં ભેજા'ની કરામત છે, એ તેા શબ્દજાળ માત્ર છે. પણ આ મનેાદશા તેની બહુ વખત ટકી શકી નહિ. તેઓના આત્મા આ મનેાદશા તરફ ખડ કરી ઉઠયા. સાધારણ દુન્યવી વાતા અને ઇંદ્રિયાના તનમનાર્ટનેજ માત્ર પાષણ મળે એવી વાતાથી તે કંટાળ્યા. તેને પણ ઉંચે ઉડવાનું મન થયું; અને તેએ કાર્લોઇલ, ટેનીસન, વર્ડઝવર્થ, ખારન, શૈલી વગેરે કવિઓ પાસે દોડચા; અને આત્માના અવાજને સàાષવા, આત્માની ભૂખ ટાળવા કાંઇક દૈવી તત્ત્વા આપવાની માગણી કરી. અથવા એમ કહો કે, આ મહાન કવિએ લેાકેાની અંતરેચ્છા સમજી ગયા અને દૈવી પ્રેરણાથી દૈવી પ્રસાદીરૂપી સક્ષેધ પ્રજા આગળ મૂકવા લાગ્યા, ત્યારેજ તેઓ કાંઈક ઝપ્યા. દૈવી પ્રકાશ ટેનીસનને અને વર્ડઝવર્થને ગરીબનાં ઝુપડાંઓમાં મળ્યા. પૈસાદાર લાકાતે પણ આત્માની ભૂખ લાગી હતી, તેમેને પણ આ મહાન કવિએના અંશથી કાંઇક તૃપ્તિ થઈ. તેમ છતાં અત્યારે કોઈ એમ પ્રશ્ન કરે કે, પશ્ચિમમાંથી તે જડવાદની જડ ગઈ નથી, પણ એ જડવાદનાં આંદેલને પૂમાં અથડાઇ આપણને પણ હેરાન કરે છે, તેનું કેમ ? એ સવાલના જવાખ તેા એ હાઇ શકે કે, એ મનુષ્યપ્રકૃતિની અપૂર્ણતા અને ચંચલતા સૂચવે છે; નહિ કે એ દિવ્ય આદર્શોની ક્ષણિકતા. આપણે ધણા એમ માનીએ છીએ કે, ચાહ પીવી એ જરૂરી નથી છતાં પીએ છીએ અને ન પીતા હાય તેને પણ પીવા આગ્રહ કરીએ છીએ; તેમ ધણાં વ્યસના ખરાબ છે છતાં આપણે વ્યસનેાના દાસ બનીએ છીએ. ગુલામી એ ભૂરી ચીજ છે, છતાં સ્વા ખાતર આપણે સરકારની ખુશામત કરીએ છીએ અને ટુકડામુકડા માટે વલખાં મારીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com