________________
^^
^^^
^^^^
^^^^^^^^^
^^^^^^^
૨૬૨
શુભસંગ્રહ-ભાગ ચોથા એક મુસલમાન મુંડાને સ્વામી રાવ અને મી. ડાહ્યાભાઈએ ખેંચી બહાર કાઢ્યું ત્યારે જણાયું. આ ગુંડો તે ટોળામાં દાખલ થઈ દારૂ પીનાર છાકટાની માફક લથડી ખાઈ વઢાવવામાં મદદ કરતો હતો. ખંભાત બારાની એક હોડી ઉંધી વળી જતાં એક બાળકનો જાન ગયો હતો. એક બળદ પાણી પીને આફરો ચઢતાં અને તેનું માથું નદીના ચીકણા કાદવમાં પિસી જવાથી મરણ પામ્યો હતો. સ્વયંસેવક તરફથી પુષ્કળ સાહિત્ય મફત વહેંચાયું હતું. ભાવનગરના મશાનગૃહનાં સ્વર્ગનરકનાં ૧૯ ચિત્રોને એક ખંડ અલગ કાઢયે હતો, જેનો લાભ હજાર લોકોએ લીધો હતો. જાદુઈ ફાનસથી ગૌસેવાનાં તેમજ રામાયણ વગેરેનાં ચિત્રો બતાવવામાં આવ્યાં હતાં, મર્દાનગીના ખેલો કરી બતાવ્યા હતા, ભજન-કીર્તન ગવાયાં હતાં, હિંદુધર્મ વિષેના ખેડુતોના કામનાં અનેક વ્યાખ્યાને થયાં હતાં. અંધકવિ હંસરાજભાઈએ બંને દિવસ પિતાના કાવ્ય ગાઇ–ગવરાવી જનતાનાં મનરંજન કરી ખાદીના સંસ્કાર રેડ્યા હતા. લાલાજીના અવસાનનિમિત્તનું સ્વરચિત હદયદ્રાવક કાવ્ય ગાઈ સંભળાવી તેમણે લાલાજીવિષે વિવેચન કર્યું હતું. શિવાનંદજીએ બારડોલીની લડતને ખ્યાલ ખેડુતેને આપી તેમને એકઠા કરવા ને નિડર થવા સમજાવ્યું હતું. સ્વયંવકોની છાવણીનો દેખાવ અતિશય આકર્ષક હતો. એક પરિષદના ભવ્ય મંડપ જેવી વ્યવસ્થા હતી. તે છાવણું ઠીક શણગારાઈ હતી.
આ પ્રમાણે આખા મેળામાં સ્વયંસેવકોનું સુંદર કામ આ વખતે જેટલું સ્પષ્ટ તરી આવતું હતું તેટલું જ તેમના કાર્યમાં વિધ્ર આણવાનું કલબોર્ડના પ્રેસિડેન્ટ સાહેબ તથા કેટલાક પોલીસ અધિકારીઓનું વિરેાધી કાર્ય પણ તરી આવતું હતું અને સ્વયંસેવકોની છાવણીમાં જે છેડા ભાગમાં નાના પ્રદાનરૂપે ખાદી ગાઠવી હતી અને તે જમીન ઈજારી હતી છતાં તેનું કોઈથી ના આકારી શકાય તેટલું બધું ભાડું રૂ.૭૪-૪-૦ સવા ચેતેર લેવાન તુમાર ઉપસ્થિત કરીને રકમ અનામત લેવરાવી સ્વયં સેવકોને હેરાન કરવામાં આવ્યા હતા. રેવન્યુ ખાતા હસ્તકના છેલ્લા સાત વર્ષના વહીવટમાં જે સરકારી ધોરણપર કામ ચાલતું હતું તે સરકારી ધોરણ તેડી નાખી સ્વયંસેવકોની સુંદર સેવા, તેમને સહકાર એ બધાના પરિણામમાં ઉપલો શિરપાવ હાલની વ્યવસ્થા કરનાર બડે આવ્યો.
રામાયણનાં જે ચિત્રા જાદુઈ ફાનસથી બતાવાયાં હતાં તે ચિત્ર સરકારી કેળવણી ખાતાએ મેકલી આપ્યાં હતાં અને ઢેરના ડોક્ટરોએ પણ ઢોરના રોગ સંબંધી ચિત્રો બતાવી થોડુંક વિવેચન કર્યું હતું.
( “મુંબઈ સમાચાર” તા. ૯-૧૨-૧૯૨૮ ની અઠવાડિક આવૃત્તિમાંથી)
११४-प्रकीर्ण बाबतो
સળગાવવા માટે કાકડી-સળગેલી મીણબત્તીને વહી ગયેલે રસ ઉપયોગમાં લેવાના અનેક રસ્તા છે. એક તો એ કે, એને ભૂકે એક વાસણમાં ફરી ઓગાળી તેમાં વાંસની થેડી સળીઓ પલાળી સૂકવી રાખવી. દેવતા સળગાવવા માટે કાકડીને બદલે એ સળીઓ કામમાં લઈ શકાય. - સાપ માટે ડુંગળી પાસે રાખવાથી સાપ નાસી જાય છે એમ કહેવાય છે. એક અનુભવીને મત છે કે, કારબોલિક એસિડની વાસથી પણ સાપ દૂર નાસે છે.
ડાઘમાટે-કપડાપર બળવાથી પડેલા લાલ ડાઘપર તરતજ ડુંગળીનો રસ ચોપડી દેવામાં આવે તે તે નીકળી જાય છે એમ કહેવાય છે. ભેજ માટે-ભેજવાળા કબાટ કે તાકામાં શેડો કે ચૂને મૂકી રાખવાથી ભીનાશ ચૂસી લેશે.
(“કુમાર” ના એક અંકમાંની માધુકરીમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com