________________
૨૬૮
શુભસંગ્રહ-ભાગ ચેાથે પાંખડી અને કાંટામાટેજ લડી શકવા સમર્થ છીએ; જ્યારે હજારો રૂપીઆની અમલદારી અને નવાબીની જાહોજલાલી તથા સત્તા તો દેવના મોટા પુત્રસમ અંગ્રેજો વગરહરકતે, વગરવાંધાએ ભોગવી શકે. ત્યારે આપણે દશ દશ-પંદર પંદર રૂપીઆની આઠ કલાકની વેઠ એકજ કેમમાંથી વધારેને મળે, યુનિવર્સિટિના કારખાનામાંથી ઉત્પન્ન થતા માનસિક મજુરે ને વધારે પ્રમાણમાં તે વેઠ કે બહ તો તેની મુકાદમી મળે તેટલા માટે એકબીજાનાં ગળાં કાપીએ છીએ! અરે શું એજ હિંદુધર્મ હોય ! એજ ઇસ્લામ હાય ! રે હિંદૂ! રે મુસ્લીમ !
પામર હિંદી ! તારી ગુલામીની માનસિક અંજીર આજ તરછોડી નાખ! આજસુધી તું જે શીખ્યો હો તે ભૂલી જા ! જગતના, તારા ભાઈઓના લોહીથી ખરડાયેલા ચોકમાં ઉભીને તારી આસપાસ એક નજર નાખ ! જે પેલા ભવ્ય હિમાલયની પેલે પાર સ્વાધીનતાના મહાસાગરનો ઘેરો ઘુઘવાટ સાંભળ ! એ દેશે સ્વતંત્ર છે, એનાં બાળબચ્ચાં સલામત છે, ત્યાં ખેડુતો. રજવાડા જેટલું સુખ ભોગવે છે. જ્યાં માણસ સુખી અને સ્વતંત્ર છે, ત્યાં તારી નજર ફેરવ અને વિચાર કર ! એ દેશ સુખી છે, સંતોષી છે, આબાદ છે, ત્યાં અન્નવગર ભૂખ્યાં, વસ્ત્રવગર નાગાઓ અને અલંકારવિહોણી સ્ત્રીએ તારી નજરમાં આવશે નહિ. સંતેલી અને આબાદ માતપિતાની આસપાસ તેનાં ફલસમાં સુકમાર બાળકો ઘવાટ કરી સિંહના બચ્ચા સામે ગાજે છે; એ બાળકના ભવિષ્યની ચિંતા પણ એ માબાપનાં હૈયાં તલભારે નથી કરતાં. કારણ એ કે, ત્યાં ભાઈઓ-ભાઈઓ લડતા નથી–ત્યાં ધર્મ ખુદાની બંદગીમાં સમાય છે, ત્યાં પાડોશીભાઈઓનાં દિલ દુ:ખાવી વાજાં વગાડવામાં આવતાં નથી !
સાગર જેને મેતીએ વધાવે છે તેને પેલેપાર આવેલા દક્ષિણ આફ્રિકામાં નજર કરો !તમારાથી આબાદ થયેલા એ દેશમાં, તમારાજ લોહીથી છતાયેલા એ દેશમાં, આજ તમને ઉભવા દેવામાં આવતા નથી. જે મુલક ત્રિકાલબાધિત આપણો અને આપણેજ છે, જેના જંગલે જંગલે હિંદીઓના લોહીનાં તર્પણ થયાં છે, ત્યાંથી આજ ઢોરની માફક હિંદીઓ હંકાય છે ! શાસ્ત્રીજી જે ગેખલેને શિષ્ય માફીપત્રની થાજનાથી રાચે છે ! ખુદ ખુદા આકાશમાંથી રડી ઉઠે, જ્યાં ખુદાઈ નૂર પણ કલેશથી શ્યામ બની જાય, ત્યાં આપણે સહરાના શાહમૃગની માફક રેતીમાં માથું નાખી આપણા હાથે ચલાવી જાણ્યા છે અને જો એ ઝૂલતા-ગુંગળાટના સનિપાતના પરિણામરૂ૫ વિંઝાતા હાથની વચ્ચે પરધમી કે પરમી માણસ આવી જાય તો ખુદાના શકર ગુજારીએ છીએ!
છેવટે એ વખત આવશે, કે જેવી સ્થિતિ અમેરિકાના રેડ ઇન્ડિયાની કે આફ્રિકાના સીદીઓની થઈ ! અત્યારે ચાલતી ગીરમીટીઆ પદ્ધતિ આગળ વધીને જ્યારે શ્વેત બજારમાં ગુલામ તરીકે આપણું લીલામ થશે, જ્યારે રેડ ઇન્ડિયાની માફક આપણા શિકાર થશે અને જયારે એ ભાન ભૂલેલા રેડ ઇન્ડિયાનો અને સીદીઓની માફક આપણે પણ એક કામ વિરુદ્ધ બીજાને એ શિકારમાં મદદ કરશું, ત્યારે આપણે જંગલે જંગલ ઘરવિહોણું બારવિહોણા નીલા આસમાનનાં પક્ષીઓ ‘લૅન્ડરીંગ યુ'ની માફક ભટકીશું ત્યારે છુંટણીએ પડી આસમાનને પૂછશું:આ તે ભાઈ કે કસાઈ ? અને પવનથી ધ્રુજતી વૃક્ષરાજીઓના ખડખડાટ હાસ્ય વચ્ચે એ આસમાન જવાબ દેશે.-આપણા મોતની સજા ફરમાવતું હોય તેમ-“કસાઈ-કસાઈ–કસાઈ !” - પૃથ્વીને ભાર પણ એમજ ઉતરે ! સ્વતંત્રતાથી થતા અત્યાચાર એ પાપ છે–એનું પ્રાયશ્ચિત્ત પણ છે; પરંતુ પરાધીન અત્યાચાર એ અધર્મ છે–મેત એ એની સજા છે! આપણે આજ અધર્મ આચરી બેઠા છીએ. સમસ્ત જાતિના વિનાશની ભયંકર ખુદાઈ સજા આપણા માથે ગાજે છે ! પૃથ્વી ઉપર ગુલામોને સ્થાન નથી. ખાસ કરીને માનસિક ગુલામોને તો નહિ જ. પૃથ્વી ઉપરનો એ અધમનો ભાર ઉતારવાનો સમય હવે આવ્યો છે, કાં તે ભાઈ બની સ્વતંત્ર થઈને, અને કાં તો કસાઈ બની એકબીજાનાં ગળાં કાપીને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com