________________
કેસર શી વાતની છે ?
१२५ - कसर शी वातनी छे ?
૧૮૯
દેશની વર્તમાન અવસ્થાથી કાઈને સ ંતાષ નથી. જો કે દશ વર્ષ પહેલાંના કરતાં આજે દેશમાં જીવન અને ખળ ખહુ વધારે છે; પણ તે દેશનું દૈવ ફેરવી નાખે–સ્વરાજ્યને જલદી લાવેએવા કાર્યંમાં નથી રેશકાયાં. એ જીવન અને એ બળ આજે મારી સમજ પ્રમાણે દેશને ઉંચે ચઢાવવાને અને આગળ ધપાવવાને વપરાવા કરતાં વધારે તે દેશને પાડવામાં અને પાછા હટાવવામાં વપરાય છે. એ તે નિઃસશય વાત છે કે, આ જે કઈં થયે જાય છે તે સારાને માટેજ છે; અને કાને ક્રાઇ દિવસ આપણે એ સારાપણાને સ્પષ્ટરૂપે જોઈ પણ શકીશું. પણ એક બેચેન હૃદય કે જેને પરાધીનતા કાંટાની પેઠે ખુંચે છે, જેને સ્વરાજ્ય વિના કંઈપણુ સારૂં લાગતું નથી, તે આ સ્થિતિથી શી રીતે સંતેાષ પામી શકે? જ્યારે દેશમાં કાઇ પણ કામ ઉત્સાહ, દૃઢતા, કાળજી અને ગંભીરતાપૂર્વક થતું દેખાતું નથી, જ્યારે પ્રસંગ દ્વેષને રંગ બદલવાની નીતિ કાઈ પણ કામનાં મૂળ નાખવા દેતી નથી, જ્યારે ભાઇ ભાઇઓમાં-ધરમાં-ખુનામરકી તા રાજની વાત થઇ પડી હૈાય, ત્યારે આ વ્યાકુળ હૃદય અધીરતા અને આતુરતાથી ફાટી પડવા લાગે તે। શુ' આશ્ચર્યાં ? આ તફાન અને અરાજકતાના યુગમાં ધન્ય છે એ માનવાને કે જેઓ દેશની મૂળભૂત નબળાઓને દૂર કરવાના કામમાં પેાતાની જાતને ખપાવી રહ્યા છે. સ્વરાજ્યસંગ્રામમાં વિજય મેળવવાની દૃષ્ટિથી જ્યારે અમે અમારા દેશ અને સમાજની દશા ઉપર વિચાર કરીએ છીએ, ત્યારે અમને અનેક ભૂલા અને ઉણપો દેખાઇ આવે છે. જ્યાંસુધી આપણે તેને પૂરતા પ્રમાણમાં દૂર કરી શકીશું નહિ, તેનું મૂળ સ્વરૂપ સમજી શકીશું નહિ, ત્યાંસુધી આપણા બળને પૂરેપૂરા ઉપયેગ થશે નહિ. આપણી ધમ ભાવનાએ હજી દોષવાળી છે, આપણી સમાજવ્યવસ્થા વિશૃંખલ અને સામાજિક જીવન છિન્નભિન્ન છે. અમારી રાજનૈતિક કા પતિ પરાવલંબી છે. તેમાં સુધારા કરવાની ભારે જરૂર છે; વિધવાએ અમારા ઉપર શાપ વસાવી રહી છે, સાત કરેડ અસ્પૃસ્યા રાત્રિદિવસ અમારા ઉપર નિસાસા નાખે છે, વળી આળસ અને અકર્માંણ્યા અમારે! અમૂલ્ય સમય બરબાદ કર્યે જાય છે; એ બધાના ઉપાય કરવા જરૂરના છે. આ દિશાઓમાં દેશની સમક્ષ હજી કામ તેા અથાગ પડેલું છે. લેાકેાની ભ્રમભરી ધારણાઓ અને કલ્પનાએ। સાથે લઢીને તેમને સાચા અને અમલી કામ તરફ પ્રેરવાના છે. સરકાર સાથે લડાઇ લડવાનું છેાડી દઇને હાલમાં તે આપણે આપણાજ સમાજ સાથે-તેની ખૂરાએ સાથે-લડવાની જરૂર ઉત્પન્ન થઇ છે.
પણ આને મોટે ખામી શી ખાખતની છે? મારી બુદ્ધિ પ્રમાણે તે! આ પાંચ-છ વર્ષના સાજનક જીવનને અનુભવ મને જે સમજાવે છે, તે ઉપરથી માલમ પડે છે કે, આ કામ જેટલું યેાગ્ય, પ્રમાણિક, મહેનતુ અને ધગશવાળા કા કર્તાઓની એછપથી અટકી રહ્યું છે, તેટલુ' પૈસાને ખાતર અટકી રહ્યું નથી. બીજા શબ્દોમાં કહીએ તેા ત્યાગ અને તપેામય જીવન ગાળનારા, વિદ્યા અને તપશ્ચર્યાં બન્નેને મેળ પોતાના જીવનમાં મેળવનારા દેશસેવકેાની ખેાટ છે. વ્યાખ્યાન આપનારા, માન અને મેટાઇ ઇચ્છનારા જેટલા કાર્યકર્તાઓ મળે છે તેટલા ધીરજ, દઢતા અને ધગશપૂર્વક કાઇ એક કામમાં પેાતાની જાતને અણુ કરનારા સાધુચરત અને સત્યાચરણી કા કર્તાએ ઓછા મળે છે. ગમે તે! ખાદી કે ખાદીદ્વારા જનતાનું સંગઠન હાય, અસ્પૃસ્યાહાર હાય, અનાથા અને વિધવાઓની બાબત હાય, શારીરિક અવનતિને પ્રશ્ન હેાય કે સ્ત્રીસુધાર અને આત્મરક્ષણની બાબત હોય; પણ જ્યાંસુધી દેશમાં ત્યાગી અને તપસ્વી, જ્ઞાની અને શૂરવીર, વિવેકી અને કરકસરીઆ અને દેશની પરતંત્રતા જેના અંતરમાંથી રાતદહાડે આંસુ વહાવતી હેાય એવા દેશસેવા નહિ પાકે ત્યાંસુધી દેશની દશા જલદી સુધરી શકવાની નથી. કામ ત્યારેજ સારૂં થાય છે કે જ્યારે કામ કરનારાઓ સારા હૈાય છે. સારા કામ કરનારાઓને ધનની મુશ્કેલી નથીજ રહેતી. દેશને જો આજે વધારેમાં વધારે જરૂર હેાય તેા તે મુંગા સમ ધમજાવનારા ત્યાગી કાર્યકર્તાઓની છે. મને તે દેશમાં આજે આ બાબતનીજ ભારે ઉણપ દેખાઈ આવે છે. લેાકેા કહે છે કે, પૈસા ઓછા
શુ. ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com