Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 362
________________ ૩૫૪ શુભસંગ્રહ-ભાગ ચેાથે વિરુદ્ધ પ્રચાર કરવા લાગ્યાં. આજે જગવિખ્યાત બનેલા બારડોલીની પાસે આવેલા વ્યારા ગામના તેઓ વતની હેઇ, ઉંમર આશરે ૨૭ વર્ષની છે. અસહકારમાં પડવા પછી બારડોલી સત્યાગ્રહનું જે એક અહિંસામાં નહિ માનનારું ' ઉદ્દામ અને આગ્રહી ટોળું કંઈક જુદી જ દૃષ્ટિથી રાહ જોતું હતું, તેમાંના આ એક યુવક હતા; પણ સત્યાગ્રહ પડતો મૂકાયાથી તેમના હાર્દિક પ્રયાસો ફોકટ ગયા. તે પછી મુળશીપેટાના સત્યાગ્રહમાં જોડાઈ ઉજળું કામ કરી બતાવ્યું અને બે-ત્રણ વાર કારાવાસ પણ ભોગવ્યો. આ લડતમાં માલદાર જમીનદારો ગરીબ ખેડુતોની વિરુદ્ધમાં પડેલા જોઈ શ્રી. પૅડસેના મન પર ઊંડી અસર થઈ અને મુળશીપેટા સત્યાગ્રહના પ્રણેતા સેનાપતિ બાપટના સમાગમમાં તે વધારે મજબૂત થઈ ત્યારથી તેઓ એમજ માનતા આવ્યા છે કે, રાજકીય સ્વતંત્રતામાં બ્રિટિશ શાહીવાદ અંતરાયરૂ૫ છે; તેમ આર્થિક ઉન્નતિમાં મુડીવાદ દુશ્મનની ગરજ સારે છે. સત્યાગ્રહની લડતમાં હાર્યા બાદ અત્યાચારમાં મદદ કરવાના આરોપસર તેમની સામે વોરંટ નીકળવાની ખબર મળવાથી ફરારી થયા. બાદ “બુલબુલ” નામનું સાપ્તાહિક કાઢયું. આ પછીની જીંદગી પત્રકારિત્વમાંજ તેઓ અદા કરે છે. તેઓ એક મરાઠી અને ગુજરાતી લેખક તથા કવિ છે, તેમ લડાઈની તાલીમ પણ મેળવી છે. કામદાર અને ખેડુતસંધના કેંગ્રેસ વિભાગના તેઓ પ્રમુખ છે. શ્રી. બી. એફ. બ્રડલે કામદારોના આ યૂરોપીયન મિત્ર લંડનના એક પરામાં ૧૮૯૫ ની સાલમાં જન્મ્યા અને ઇંજીનિયરીંગનો અભ્યાસ કરવા લાગ્યા. બાદ લડાઈ શરૂ થઈ ત્યારે ૧૯૧૬ ની સાલમાં કાફલા ખાતામાં જોડાઈ બેજિયમને કિનારે લડાઈમાં પડયા અને શાહીવાદના તારણહાર બન્યા. ૧૯૧૯માં પાછા ઇંગ્લેંડ આવી એક કારખાનામાં ઇજીનિયરતરીકે જોડાઈ ગયા. ૧૯૧૪ ની સાલથીજ તેઓ ટ્રેડ યુનિયનમાં રસ લેતા હતા. રણમેદાન પરથી પાછા આવ્યા બાદ જ્યારે તેમણે જોયું કે, જેઓ સામ્રાજય માટે લડયા તેવા હજારે શૂરા યુવકે આજે બેકાર થઈને ફરે છે અને તેમને ખાવાપીવા આપવાની ફરજ નથી સરકાર કે નથી માલીકે બજાવતા; ત્યારે તેમને આ સ્થિતિ પ્રત્યે તિરસ્કાર થવા લાગ્યો. ને તેવામાં જ વળી તેઓ પણ બેરોજગાર થઈ પડયા. બાદ ખૂબ વિચાર કરતાં નિર્ણય ઉપર આવ્યા કે, એક સામ્યવાદજ ગરીબોને ઉગારશે. તે પછી ઇડિયા ઍફીસમાં નોકરી મેળવી રાવલપિંડીમાં ઈજીનીયરતરીકે આવ્યા. અહીંના થેડા મહીનાના જીવનમાં જ તેમણે શાહીવાદનું કારમું સ્વરૂપ પારખી લીધું અને તેઓ શાહીવાદ તથા મુડીવાદના કટ્ટર વિરોધી છે. બાદ પાછા વિલાયત ગયા અને ટ્રેડ યુનિયનની ચળવળમાં આગળ પડતો ભાગ લેવા લાગ્યા. ૧૯૨૫ની સાલમાં ઈગ્લાંડમાં પડેલી સાર્વત્રિક હડતાળમાં એમે ગમેટેડ ઇંજીનિયર્સ યુનિયનના હદ્દેદાર તરીકે જોડાઈ સર્વે ઇજીનિયરોને હડતાળમાં સામેલ કર્યા. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં તેઓ એક પ્રવાસી તરીકે હિંદુસ્તાનમાં પાછા આવ્યા અને ત્યારથી અહીંની કામદાર ચળવળમાં રસ લઈ રહ્યા છે. મધ્યપ્રાંતની ખેડુત અને કામદાર પરિષદે તેમને પિતાના પ્રમુખ ચુંટયા હતા. (તા. ૫-૨-૧૯૨૯ના દૈનિક “હિંદુસ્થાન” માં લખનાર –“મીલમ જુર”) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416