________________
300
શુભસંગ્રહ-ભાગ ૨ સંભાળો, પછી બીજી વાત કરો.”
પ્રમુખ સાહેબનાં આ વાક્યો મને સારાં લાગ્યાં નહિ. મેં જવાબ આપે કે “આપણે તો સ્વયંસેવકો છીએ ને! આપણી આગળ પૃસ્યાસ્પૃશ્યના ભેદ ન હોવા જોઈએ. આપણે તે કર્તવ્ય છે કે, સંકટના સમયમાં અને વર્ગની સમભાવથી સેવા કરવી. આપણે ધર્મ તે પ્રાણીમાત્રની સેવા કરવાનો છે, એટલે પછી આપણી આગળ સ્પૃશ્ય અને અસ્પૃશ્યને પ્રશ્ન કે ?”
બસ, મને ઉપદેશ આપવાની જરૂર નથી. હું તમારાથી વધારે જાણું છું. કામ કરવું હોય તે હું કહું તેજ કરવું પડશે.” પ્રમુખ સાહેબ ચઢાઈને બેલ્યા.
“પ્રાણીમાત્રની સેવા કરવાનો પ્રત્યેક સ્વયંસેવકો ધર્મ છે” એ દરેક સ્વયંસેવકે માનમાં રાખવા જેવું આદર્શ વાય મારા અંતરમાં હવે એવા જોરથી ગુંજી ઉઠયું કે તેની અવગણના કરવાની મારામાં શક્તિ નહોતી. પ્રમુખ સાહેબની આવી આજ્ઞા પાળવાનું મારે માટે અશક્ય હતું. પેલાં નિઃસહાય, દુ:ખી અને તજાયેલાં ભાઈબહેનોની કરુણ મૂર્તિઓ જાણે મને વારંવાર બેલાવી રહી હય, એવું મને લાગ્યા કરતું હતું, એટલે તે જ વખતે મેં લેખિત રાજીનામું આપી દીધું !
મારી પાસે દવા વગેરે ખરીદવા પૈસા તે હતા નહિ. ઘરમાં જે હેમિયોપથિક દવાઓની પેટી હતી તે એક હાથમાં લીધી, અને બીજા હાથમાં ફિનાઈલની શીશી લીધી. પછી બગલમાં બિસ્તરે ઉઠાવીને અંધારે અંધારે છાનોમાનો અંત્યજોના મહોલ્લામાં પહોંચી ગયો! ગંદકીને ત્યાં પાર નહોતો. દુર્ગધીથી તે તબાહ! કહેવાની વાત જ નહિ. મારે સામાન એક ઝાડ નીચે મૂકીને તેમની પાસેથી પાવડો માગી લાવ્યો. સવારના આઠ વાગ્યા સુધીમાં તો આખો મહેલ્લો સાફ કરી દઈને ગંદકીવાળી જગાઓએ ફિનાઈલ છાંટયું.
એટલામાં કઈ લો થતું હોય એવો અવાજ સંભળાયો. હું એ અવાજ તરફ ગયો.
એક ભાગી તૂટી ઘાસની ઝુંપડીમાં એક વૃદ્ધ મનુષ્ય જાજરૂ તથા પિશાબથી સારી પેઠે ખરડાયેલી એક ચટાઈ ઉપર પડયો પડયો ખૂબ દુઃખી દશામાં તરફડીયા મારતો હતો. એની સ્થિતિ મારાથી જોઈ શકાઈ નહિ. હું ઝૂંપડીમાંથી બહાર આવ્યો, કૂવેથી એક ડોલ ભરી લા. પાણી ગરમ કરી તે વૃદ્ધને કપડાથી સ્નાન કરાવ્યું, મકાન સાફ કર્યું અને મારે બિસ્તરો પાથરીને તેને સૂવાડ . ડી વાર પછી દવા આપી. દવાથી તેને કંઇક આરામ જણાયો.
રાત્રે લગભગ દશ વાગ્યા સુધી હું એ વૃદ્ધ પાસે રહ્યો. કેણ જાણે શાથીયે મને તેનાથી દૂર થવાનું મન જ થતું નહોતું. જ્યારે રાત વધારે વીતી ગઈ ત્યારે તે વૃદ્ધ મારા તરફ જોઈને બોલ્યો–“બેટા! તું ક્યાંથી આવ્યા છે ? રાત બહુ વીતી ગઈ છે, હવે તારે ઘેર જા. આજ તેં મારે માટે બહુ મહેનત લીધી છે. ભગવાન તારું ભલું કરો.”
મેં તેને પ્રણામ કર્યા અને જવાને તૈયાર થયો. પરંતુ આ શું? પિતાજી અને પ્રમુખ સાહેબ અને મારી સામે ઉભા છે! મને જોતાં જ તેઓ બોલ્યા–“બેટા ! હું ભૂલતો હતો. તું તો આદર્શ સ્વયંસેવક છે. અને તેમણે મને છાતી સરસો ચાં. હું બન્નેને પગે પડયો. મારા આનંદનો પાર નહોતો.
રાત્રે સ્વપ્નમાં મને જણાયું કે, હું લકમીજીના ખોળામાં બેઠે છું અને તેઓ મને-પેલી તે દિવસે ભિખારણને આપી દીધેલી રૂપાની કલાઓના જેવી સેનાની કલાઈ પહેરાવતાં હતાં !
વળી મેં જોયું કે, ભગવાન નારાયણ મારા મસ્તક ઉપર હાથ ફેરવતા ફેરવતા મને કહે છે કે બેટા! પ્રાણીમાત્રની સેવા કરવી એજ મનુષ્યને સાચે ધર્મ છે.”
(‘ત્યાગભૂમિમાંથી શ્રી. માર્તડ ઉપાધ્યાયના લેખને સ્વતંત્રાનુવાદ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com