Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 379
________________ મૃત્યુના ભય વિષે એક ખ્રીસ્તી ગ્રંથકારના મત १६९ - मृत्युना भय विषे एक खीस्ती ग्रंथकारनो मत (“ નવજીન”ના એક અંકમાં લખનાર મહાત્મા ગાંધીજી) જોકે આપણાં શાસ્ત્રોમાં મૃત્યુને ભય મુદ્લ ન રાખવાનું, મૃત્યુને મિત્રની જેમ ભેટવાનુ શીખવવામાં આવ્યું છે તાપણુ મૃત્યુથી જેટલા આપણે ડરીએ છીએ તેટલે અંશે બીજી પ્રજા નથી ડરતી એવી મારી માન્યતા મે` ‘નવજીવન'માં પ્રગટ કરેલી છે. આપણા દેશમાં આ સમય . એવે છે કે જ્યારે મૃત્યુને ભય સર્વથા છેડી દેવાની અતિ આવશ્યકતા છે. જે આપણે આ દેશને ગુલામીમાંથી છેડાવવા ઇચ્છતા હાઇએ, તે આપણે મૃત્યુની ભેટ ઉત્સાહ અને આનંદપૂર્ણાંક કરવાની શક્તિ કેળવવી જોઇશે. લેકી નામના ઇતિહાસકર્તાએ યૂરોપીય નીતિના ઇતિહાસ લખ્યા છે. તેમાંથી મૃત્યુવિષેના કેટલાક ફકરાએ કાકાસાહેબે તારવી કાઢ્યા છે તેમાંના એકના છૂટા અનુવાદ નીચે આપું છું: ૩૧ "" પૂર્વજોમાં મૃત્યુ પછી આત્માનુ ભવિષ્ય શુ હાય છે એને વિષે મતભેદ હતેા; પણ મૃત્યુ એ આવશ્યક અને કુદરતી રીતે મળેલા આરામ છે, એને વિષે તે બધાનેા એકમત હતા. તેએ એમ માનતા હતા કે, મૃત્યુથી ભયભીત થવુ એ એક પ્રકારના રાગ છે. આ નાનીએ વળી એમ પણ કહેતા કે, મૃત્યુજ એક એવા પ્રકારની વસ્તુ છે કે જે વર્તમાનમાં આપણુને દુ:ખ દેવાને સથા અસમ છે; કેમકે આપણે જ્યાંલગી હયાત છીએ ત્યાંલગી મૃત્યુની હયાતી હાઇજ ન શકે. જેમ જ્વરાદિ ઉપાધિએ જીવતાં આપણને દુઃખ દઇ શકે છે, તેમ મૃત્યુને ક્લેશ હયાતીમાં હાઇજ ન શકે, જ્યાં મૃત્યુ છે ત્યાં આપણે નથી. કેટલાક એમ માને છે કે, જન્મ પછી મૃત્યુ આવે છે. આ ખાટી માન્યતા છે. મૃત્યુ જન્મ પહેલાં પણ હતું, એટલે મૃત્યુ અને જન્મ, જન્મ અને મૃત્યુ એ યુગલ હમેશને સારૂ કાયમતી વસ્તુ છે. જે મીણબત્તીને આપણે એલવી નાખીએ છીએ તે આપણે તેને પ્રગટાવી તેના પહેલાં જેવી હતી તેવી પાછી થઇ રહે છે. એજ પ્રમાણે મરણ પામેલ મનુષ્યને વિષે સમજી લેવું. મનુષ્ય પણ જન્મ્યા પહેલાં જેવા હતા તેવા મૃત્યુ પછી થઇ રહે. આ સ્થિતિ દુઃખદાયક નથી, પણ સુખદાયક છે. એથી મૃત્યુ એ બધાં દુઃખાનું નિવારણ છે એમ સમજવુ' ધટે છે. કાં તા મૃત્યુથી સુખમાં વૃદ્ધિ થાય છે અથવા તેા દુઃખને અંત તે આવેજ છે. મૃત્યુ ગુલામને બંધનમાંથી છેડવે છે, જેલને દરવાજો ખાલે છે, વેદનાઓને શાંત કરે છે, ગરીબના તરફડાટને અંત લાવે છે; અરે, એ તે કુદરતે ખસેલી ઉત્તમ ભેટ છે. બધે એ મનુષ્યને સર્વથા ચિંતામુક્ત કરે છે; અને કદાચ એને આપણે દુ:ખદાયક બનાવ સમજીએ તાપણુ તેના અર્થ એટલેાજ નહિ કે, જે જનમવાટ આપણે ભોગવી લીધી તેને અંત આવ્યા ? મૃત્યુને આપણે ભેટવા તૈયાર થઇએ અથવા તેનાથી ભાગીએ તે એક રીતે શાપ છે અથવા તે અપશુકન છે એમ માનવાનું કશું કારણુ નથી; કેમકે પેલી મીણબત્તીની માફક આપણે તે જેવા હતા તેવા થઇ રહેવાની વાત છે. એ તે આપણને મનાવતી વખતેજ કુદરતે આપણે સારૂ જે કાયદો ઘડી મૂકયા એ કાયદાને અનુસરવાની વાત થઈ. તેથી ડરવું શું? ” આ લેખમાંથી બીજે ઉતારા આ છે: “ જ્ઞાની સાઅેટિસ કહે છે કે, મૃત્યુ એકાંતે જીવનના અંત આણે છે, અથવા આત્માને શરીરના પંજામાંથી છેાડાવે છે. પહેલી સ્થિતિ ખરી હોય તોય એ સુખદ તેા છેજ, અને ખીજી સ્થિતિ ખરી હાય તે। એ સુખની પરિસીમા છે. એપિક્યુરસે કહ્યું છેઃ મૃત્યુને વિષે તમે બેફિકર થવાની ટેવ પાડેા; કેમકે સારૂં' અને નરસું એ માનસિક વૃત્તિ છે, અને મૃત્યુ એ વૃત્તિને અંત છે.' સિસરા કહે છેઃ કાં તેા મૃત્યુ પછી આત્મા રહે, અથવા મૃત્યુની સાથે તેનેય અંત છે. જો મૃત્યુ પછી આત્મા રહેતા હેાય તે એ સુખી છે. જો તેના નાશ થતા હાય, તે એ દુ:ખી છે એમ કહેવું એ તેા મૂર્ખાઇનું વચન છે; કેમકે જેને નાશ થયેા છે તેને દુઃખનું જ્ઞાન કે ભાન ક્યાંથી હાય ?’ સેનેકા કહે છેઃ જો મનુષ્યાને મૃત્યુ પછી લાગણીઓ રહેતી હાય તો તે મૃત્યુ થતાં જેલખાનામાંથી છૂટછ્યો ગણાય; અને છૂટા થઇને એ ઉચા રહી શરીરધારી મનુષ્યનાં કૃત્યા નિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416