Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 377
________________ સ્વયંસેવકની સાચી સેવા १६८-स्वयंसेवकनी साची सेवा દિવાળીનો દિવસ હતો. સાંજે મહોલ્લાના બધા નાના છોકરાઓ ફટાકડા ફોડતા હતા. હું પણ એક ખૂણામાં બેઠે બેઠે ફટાકડા ફોડતો હતો. મારી નાની બહેન મારી પાસે બેસીને તમારો જોતી હતી. પિતાજી અંદર લક્ષ્મી પૂજન કરતા હતા. ફટાકડા ફોડવા બંધ કરીને હું પ્રસાદ લેવા અંદર ગયો; ત્યારે મારી બહેન પણ અંદર આવી હતી. ડીજ વાર પછી મેં સાંભળ્યું કે “બેટા ! હજાર વરસની તારી ઉંમર થાઓ. હું એક ભૂખી ડોશી છું, એક મુઠ્ઠી લોટ અને ફાટયું-તૂટયું કપડું અપાવ.” પિતાજી પૂજન કરતા કરતા અંદરથીજ બાલ્યા કે “ચાલી જા અહીંથી. જાણતી નથી કે આજે દિવાળી છે ? આજે કોઈને કશુંયે નથી અપાયું. આગળ જા, આગળ !” કોણ જાણે શાથીએ મારી આંખે આંસુથી ભરાઈ ગઈ, તરતજ હું છાનોમાનો બહાર નીકળ્યો, ત્યાં મેં એક અર્ધનગ્ન વૃદ્ધ ડોશીને બારણું આગળ ઉભેલી જોઈ. હું ઉભો ઉભો તેના તરફ જોઈ રહ્યો. થોડી વાર પછી તે ફરીથી બોલી “બેટા ! કંઈ મળશે ?” હું ચમકી ઉઠડ્યો. મેં તેને તરફ ફરીથી એક વાર જોયું અને ગુપચુપ મારી બન્ને કલાઈ કાઢી. પછી ધડકતે હૃદયે અને આંસુભરી આંખોએ મેં મારી પાસે પ્રસાદ તથા એ કલાઈએ તે ભિખારણના હાથમાં મૂક્યાં. તે ચાલી ગઈ, પરંતુ મારી આંખોમાં આંસુ ભરાઈ આવેલાં તેથી તે ક્યાં ગઈ તે મેં જોઈ નહિ. પિતાજીએ તે દિવસે રાત્રે મને ખાવાનું જ આયું નહિ, કેમકે મારા ઉપર તે નાખુશ થયા હતા! છ વર્ષ વીતી ગયાં. મારી નાની બહેન સાસરે ગઈ. ઘરમાં હું, મારા પિતા અને માતા એમ ત્રણ જણ હતાં. આ વર્ષે વરસાદનું નામ જ નહોતું. શહેરમાં સારી પેઠે લેરા ચાલતો હતો. એકાદ ઉલટી અને ઝાડો થતામાં તો મામલો ખલાસ ! એક પછી એક ઠાઠડીઓ નીકળી “રામ બોલો ભાઈ રામ” થયા કરે. સ્મશાનમાં બાળવાની પણ જગા નહિ! પરંતુ શહેરની સેવા સમિતિએ ખૂબ કમાલ કરી. મારી શાળાના હેડમાસ્તર એ સેવા સમિતિના પ્રમુખ હતા. હું પણ એ સેવા સમિતિમાં પહેલેથી સ્વયંસેવક થયેલો હતો. ફિનાઈલ અને દવાઓની શીશીઓ તથા કામળા લઈને મહોલ્લે મહોલ્લે. ફરવાનું કામ મને સોંપાયું હતું. બસ, સવારના છ થી રાતના દશ સુધી એજ કામ કે, મહાહલાઓમાં જવું, દીન-દુઃખી અને અનાથને તથા રોગીઓને દવા આપવી, તેમની સફાઈ કરવી, ગટરે, ખાબોચીયાં, નાળાં અને જાજરૂઓમાં ફિનાઈલ છાંટવું અને મચ્છર તથા માખીઓ પેદા ન થવા દેવાં. એ રીતે આજ એક મહેલ્લો તે કાલે બીજે. એમ રોજનો કાર્યક્રમ હતો. એક દિવસ મને વિચાર આવ્યો કે “ અમે શહેરમાં તો આમથી તેમ ફર્યા કરીએ છીએ, દવા આપીએ છીએ, સફાઈ કરીએ છીએ, પરંતુ શહેરની બહાર, લગભગ જંગલમાં તથા ભાગ્યાં તૂટયાં ઘાસનાં ઝુંપડાંમાં રહેનારા જે ભંગીઓ અને અંત્યજે તેમનું શું થતું હશે? તે બિચારાઓ. ઉપર તે શું નું શુંય વીતતું હશે તેની કેને ખબર !” મેં મારે આ વિચાર પ્રમુખ સાહેબ ને જણાવ્યું અને કહ્યું કે-“કાલે આપણે અંત્યજોના મહોલ્લામાં ફરવા જવું જોઈએ. તેમના તરફ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.” પ્રમુખ સાહેબે મેં મરડીને કહ્યું –“હું બતાવું છું તેજ તમે કર્યા કરે, બીજી બાબતમાં માથું મારતા નહિ. તેઓ તે અંત્યજ છે, ભગવાને જ તેમને અસ્પૃશ્ય બનાવ્યા છે; એટલે આપણે ત્યાં જવાની જરૂર નથી. આપણે તે તેમને અડકવું પણ જોઈએ નહિ તેઓ તેમના પૂર્વજન્મનાં ફળ ભેગવી રહ્યા છે. તમે આ ઝગડામાં પડતા નહિ. પહેલાં પોતાના પાડોશીઓનું શુ. ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416