Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 364
________________ ૩૫૬ શુભસંગ્રહ ભાગ ચેાથા રશિયન સામ્યવાદી પક્ષ જે સબળ પક્ષ છે તેના તરફથી તેની દરેક શાખા તરફ ૧૯૨૯ ની આખરે એક પણ રઝળ બાળક ન રહે તેવા પ્રયાસ હાથ ધરવાને ફરમાન કાઢવામાં આવ્યાં છે. સરકાર તરફથી એવો હુકમ છે કે, આવાં બાળકોને રઝળતાં જતાં તેમને પકડીને એકઠાં કરવાની જગ્યાએ પહોંચાડી દેવાનો દરેકને હક્ક છે. પુખ્ત ઉંમરના છોકરાને પકડવાનું કાર્ય જોખમભરેલું છે. કારણ કે તે દેડવામાં ચપળ હોવા ઉપરાંત જે તે લોકોનું ટોળું હોય તો જરૂર પકડનાર ઉપર પથરાનો વરસાદ વરસવાના. ઘણા છોકરાઓ તો જે શિયાળે હોય તે રાજીખુશીથી ઈમ્પટરોની સાથે અગર પિતાની મેળે જ તેમને માટે રાખેલાં સ્થાનોમાં જાય છે. તેમને એકઠાં કરવા માટેના મધ્યસ્થાનમાં લઇ ગયા પછી બે માસ સુધી તેમના પર દેખરેખ રાખવા ઉપરાંત તેમને કારખાનામાં કામે વળગાડવામાં આવે છે. આ સંસ્થા સાથે તેમની શારીરિક અને માનસિક સ્થિતિનો અભ્યાસ કરનાર મંડળ પણ રાખવામાં આવે છે. આ સંસ્થામાં આ છોકરાઓની ઉમર વગેરે પ્રમાણે પાંચ વિભાગ પાડી દેવામાં આવે છે. ત્યારબાદ તેમને નીચેની કોઇ પણ સંસ્થામાં મેકલી અપાય છે. બાળકે માટેની સંસ્થાએ મોસ્કોમાં ૧૨૯ બાળગૃહે છે, જેમાં ૧૫૬૫ બાળકે છે. મોસ્કો પ્રાંતિક ગૃહોની સંખ્યા ૫૦ ની છે અને તેમાં ૩૬૪૭ બાળકે છે. અહીં રઝળ તેમજ બીજાં બાળકો વચ્ચે ભેદ બતાવવામાં આવતો નથી. સર્વને સરખા હક્ક હોય છે. માર્કેટમાં આ રઝળુ બાળક માટે ૧૭ અને પ્રાંતમાં ૫ સંસ્થાનો છે. ખેડ-ખાંપણવાળાઓ માટે પણ મેસ્કોમાં ૫ ગ્રહો છે. ખૂન વગેરે ફોજદારી ગુન્હા કરેલાઓને માટે ખાસ ગ્રહો છે. આ બધી સંસ્થાઓમાં લાયકાત પ્રમાણે બાળકોને મેકલી આપવામાં આવે છે. ઉપરાંત હજારને ખેડુતગૃહમાં દાખલ કરવામાં આવે છે. આ સિવાય બીજી સંસ્થાઓ જેવી કે સિનેમા ફિલ્મ ઉદ્યોગ વગેરે તેમને પહેલી પસંદગી આપે છે. એકટરતરીકે તેમનું કાર્ય ઘણુંજ સુંદર હોય છે, પરંતુ ઘણા ખરા જુગારમાં પિસા વેડફી નાખી પાછા. ભીખ માગતા બની જાય છે. ઘણી જ મુશ્કેલીએ તેમનું જીવન નિયમિત બનાવી શકાય છે. સમાજ પણ સહાય કરે છે. ઘણાં ખાનગી કુટુંબેએ આ બાળકની સંભાળ માથે લીધી છે, પરંતુ કૌટુંબિક જીવનના અંકુશ વગેરે સહન ન થતાં થોડા દિવસોમાં જ તેઓ પલાયન થઈ જાય છે અને ભીખ માગવી શરૂ કરે છે. માજી રાજદ્વારી કેદીઓનું મંડળ મસ્કેની ઘણું સંસ્થાઓનું પેટ્રન છે. આ સ્ત્રીઓ અને પુરુષ પેલાં બાળકનાં માબાપનું સ્થાન લે છે. તેમનાં ગ્રહોની તપાસ કરવા ઉપરાંત તેમને માટે ફંડ એકઠું કરતાં રહે છે. ૧૯૨૬ માં જી. પી. યુ. એ ૧૧૦૦ બાળકે એકઠાં કર્યા હતાં. એક મઠ અને ઝાર તેમજ બીજા ઉમરાવોનાં મોટાં મકાને આ બાળકોના ઉપયોગ માટે જપ્ત કરવામાં આવેલ છે. ગૃહમાં નિયમિત જીવન આ ગ્રહોમાં બાળકે નિયમિત જીવન ગુજારે છે. તેઓ ચાર કલાક અભ્યાસમાં અને ચાર કલાક વ્યાવહારિક તાલીમ પાછળ ગાળે છે. અભ્યાસની મુદત ચાર વરસની છે. ત્યારપછી તેઓ કેાઈ કારખાનામાં જોડાઈ શકે છે અને સમાજને સહાયક બને છે. કારખાનાના તંત્રમાં, વ્યવસ્થામાં અને નફે વગેરે દરેક બાબતમાં તેમને બીજાના જેટલાજ હક્કો હોય છે. વ્યાવહારિક તાલીમમાં તેમને ધાતુકામ, લક્કડકામ, જોડા સીવવા વગેરે કાર્યો શીખવવામાં આવે છે. આગળ અભ્યાસ માટે તેઓ કામદારોનાં વિદ્યાલયમાં દાખલ થઈ શકે છે. ખાવા, રહેવા વગેરેની સગવડ સરકાર તરફથી મળે છે. સામાન્ય ખર્ચ માટે દર માસે થોડી રકમ પણ મળે છે. અનુભવથી એમ જણાયું છે કે, દરેકને વ્યાવહારિક કામ વધારે પસંદ છે. દરેક સંસ્થા સાથે કારખાનાંઓ પણ હોય છે. નિયમિત જીવન આકરું લાગતાં આમાંથી આશરે છ ટકા બાળકે ઉનાળામાં પલાયન કરી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416