________________
૩૪૮
શુભસંગ્રહ-ભાગ ચોથ તલાટી-“ના, સાહેબ! ગામના લોકોમાં તે શાંતિ છે. કેવળ ગામના એક-બે ખેડૂતોએ કંઈ કારણથી મહેસુલ આપવા માટે વાંધે પાડ્યાની વાત સાંભળવામાં આવી છે સાહેબ!”
ગવર્નર-કેના તરફથી સાંભળવામાં આવી?” તલાટી-“ગામના મુખી વાત કરતા હતા.' ગવર્નર-“વાર, મુખીને મારી પાસે મોકલજે.”
ગવર્નાર-“કેમ મુખી શું સમાચાર છે?” મુખી-“અન્નદાતા ! સમાચાર સારાજ છે.” ગવર્નર-“તમારા ગામના કેઈ ખેડુતો મહેસુલ આપવા આનાકાની કરે છે ને?”
મુખી– “અન્નદાતા ! એવું કંઈ મારા જાણવામાં નથી આવ્યું. માત્ર એક માસ મહેસુલ આપવાની ના કહે છે એવી કંઈ વાત અમારા હવાલદાર કરતા હતા.”
ગવર્નર-“વાર જાઓ, હવાલદારને મારી પાસે મોકલો.”
ગવર્નર-“કેમ હવાલદાર ! તમારા ગામમાં કયો માણસ મહેસુલ આપવાની ના પાડે છે ?” હવાલદાર–“અન્નદાતા! એવી કઈ વાત મારા જાણવામાં નથી, સાહેબ!” ગવર્નર-“ત્યારે, મુખી મને શું કહી ગયા?”
હવાલદાર-“મહેસુલની વાત તે હું જાણતો નથી, પરંતુ તાલુકાના મામલતદાર સાહેબને એક શેર માખણ જોઈતું હતું, તે માટે થોડા દિવસ ઉપર અહીંના પાટીદાર બળદેવ અને ચીમનલાલ સાથે તલાટી સાહેબને જરા બોલાચાલી થઈ હતી. તેમણે માખણ ન આપ્યું !'
ગવર્નર-(મનમાં) “એક શેર માખણ ન આપવાની વાત ઉપરથી આખા જીલ્લાના લકે મહેસુલ ભરવાના નથી એવડું મોટું ભયંકર સ્વરૂપ?”
આ ગવર્નર સાહેબને ખબર નહિ હોય કે આ રીતે હિંદની નજીવી વાતોમાં અનેક પ્રકારનો મસાલો ભેગો થઈ ઈંગ્લાંડની પાર્લામેંટ પાસે જતાં તે વાત રાઈને મેરું બની ગયેલી હોય છે!
એજ રીતે કોઈ નેતા અથવા જાહેર કામ કરનાર સાધારણ માણસો વિષે સંભળાતી વાત પણ રજ હોય તે ગજ જેટલી લાંબી થઈને લોકોમાં ચર્ચાય છે, અથવા તે કાગના બદલે વાઘ બની ગયેલી હોય છે.*
(તા. ૧૦-૨-૧૯૨૯ના “આર્યપ્રકાશ” માં લેખક –શ્રી. અષ્ટાવક્ર)
१५२-एक शुभ कार्य
જૌનપુર જીલે કે રાજાબાજાર નામક સ્થાન મેં શ્રીમાન રાજા લાલબહાદુર સિંહજીને હાલ મેં રહી સ્વા. રામાનંદ બ્રહ્મચારી કે ઉત્સાહ દિલાને પર સ્થાન પૂરગાંવ મેં એક બડી ગોશાલા સ્થાપિત કી હૈ, જિસમેં બાજાર તથા આસપાસ કે સ્થાને સે બહુતસી નિઃસહાય ઔર વૃદ્ધા ગામેં લા કર રખ્ખી ગઈ હૈ. શ્રીમાન રાજા સાહબ ને ગાય કે ચરને કે નિમિત્ત ૧૪૦૦ વીઘે ગોચર ભૂમિ ગોશાલા કે હેતુ પ્રદાન કી હૈ. સાથ હી ૩૭ વીઘે જમીન મેં દૂકાનેં બનવા રહે હૈં. યહ બાજાર કવાર માસ સે લગેગા, જિસમેં કિસી પ્રકાર ની ચુંગી નહીં લી જાયગી. એસે શુભ કાર્ય કે હેતુ શ્રીમાન રાજા સાહબ ધન્યવાદ કે પાત્ર હૈ.
(“હિંદૂપંચ”ના એક અંકમાંથી)
x હિંદી ઉપરથી સૂચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com